Dhoni let the cat out of the bag raising
- ધોનીએ શનિવારે એવું એલાન કર્યું હતું કે તે રવિવારે એક મોટું એલાન કરીશ પરંતુ ધોનીએ તો કોથળામાંથી બીલાડું કાઢ્યું છે.
ટીમ ઈન્ડીયાના (Team Indiana) પૂર્વ કેપ્ટન ધોનીએ (Former captain Dhoni) રવિવારે એક મોટી જાહેરાત કરવાનું શનિવારે જણાવ્યું હતું. ધોનીની આ જાહેરાત બાદ લાખો ચાહકોના ધબકારા વધી ગયા હતા અને લોકો આઈપીએલમાંથી (IPL 2022) તેની નિવૃતીને લઈને અટકળો લગાવવા લાગ્યાં હતા. આખરે ધોનીએ રવિવારે જાહેર કરી દીધું છે.
ધોનીએ ભારતમાં ફરી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ કર્યું :
ધોનીએ ભારતમાં ફરી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ કર્યું છે. ધોનીની આ પ્રમોશનલ ઈવેન્ટ હતી. 2011ની સાલમાં ભારતમાં પહેલી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ થયા હતા અને તે વર્ષે ધોનીની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની આ પ્રમોશલ ઈવેન્ટને 150k લોકોએ ફેસબુક પર લાઈવ જોયું હતું.
2011ની સાલમાં ઓરિઓ બિસ્કિટ લોન્ચ થયું હતું હવે ફરી વાર થયું લોન્ચ :
ઉલ્લેખનીય છે કે 2011ની સાલમાં ઓરેઓ બિસ્કિટ લોન્ચ થયું હતું અને હવે ફરી વાર લોન્ચ થયું છે.
ધોનીએ શનિવારે શું કહ્યું હતું :
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી સંભાળી રહેલા ધોનીએ જાતે જ સોશિયલ મીડિયા પર આવતીકાલે (રવિવારે) બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર શેર કર્યા હતા. એમએસ ધોનીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરીને લાઇવ આવવાની માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે માહી મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યા છે.
25 સપ્ટેમ્બરે ધોની પોતાના ફેન્સ સાથે વાત કરશે અને આશા છે કે તે કોઇ મોટો નિર્ણય લેવા જઇ રહ્યો છે.એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે લાઇવ આવીશ અને આ માહિતી આપીશ. હું આશા રાખું છું કે તમે બધા ત્યાં હશો.
આ પણ વાંચો :-