Highway number 666 is the most
- હાઈવે જો મુસીબતોનો સફર બની જાય તો શું કરવું. અમેરિકામાં એક એવો હાઈવે છે જે દુનિયાનો સૌથી ખતરનાક હાઈવે છે. તેને ડરાવનો હાઈવે કહેવાય છે. અહી ચાલુ ગાડીઓ ગાયબ થઈ જાય છે.
તમે અત્યાર સુધી અનેક હોન્ટેડ સ્થળો (Haunted places) વિશે તમે અનેક કહાનીઓ સાંભળી હશે. પરંતુ તમને અમેરિકાના હાઈવે નંબર 666 વિશે નહિ ખબર હોય. આ દુનિયાનો સૌથી ડરાવનો હાઈવે છે. અહીં ગાડીની એન્ટ્રી થતા જ મુસાફરો સાથે એવી ઘટનાઓ બને છે તેઓ ગભરાઈને બહાર નીકળે છે. આ હાઈવેનો ઈતિહાસ જુનો છે. આ હાઈવે ડેવિલ્સ રોડ (Devil’s Road) કે ધ ડેવિલ્સ હાઈવેના નામથી ઓળખવામાં આવે છે.
બદલવામાં આવ્યું હાઈવેનું નામ :
અમેરિકાનો હાઈવે 666 નું નામ મે, 2013 માં બદલીને 491 રાખવામા આવ્યુ હતું. હકીકતમાં આ હાઈવેને નંબર વર્ષ 1926 માં આપવામાં આવ્યુ હતું. આ હાઈવે બન્યા બાદથી તેના પર અનેક એક્સિડન્ટ્સ થતા રહે છે અને ચાલુ બાઈક, કાર અને વાહનો ગાયબ થઈ જાય છે.
આ કારણે બદલવું પડ્યું નામ :
ધ ડેવિલ્સ હાઈવે પર સતત થઈ રહેલા એક્સિડન્ટના પગલે લોકોએ આ હાઈવેનો નંબર બદલવાની માંગ કરી હતી. કારણ કે, તેમનુ માનવુ છે કે આ તમામ ઘટનાઓ પાછળ હાઈવેનો અશુભ નંબર કારણભૂત છે. તેથી હાઈવેનું નામ બદલવામાં આવ્યું છે. જેના બાદ અહી થતા અકસ્માતોમાં ઘટાડો થયો હતો.
ગાયબ થઈ ગઈ કાર :
આ હાઈવેના ઈતિહાસની વાત કરીએ તો એવુ કહેવાય છે કે, 1930 માં હાઈવે પરથી કાળા રંગની એક કાર અચાનક ગાયબ થઈ ગઈ હતી. લોકોએ આ ગુમ કારને શોધવાનો બહુ જ પ્રયાસ કર્યો. પરંતુ કારનો કોઈ અત્તોપત્તો ન લાગ્યો.
હાઈવેનું રહસ્ય :
એવુ કહેવાય છે કે હાઈવે પર થઈ રહેલા એક્સિડન્ટની પાછળ અનેક શૈતાની તાકાતોનો હાથ છે. હવે હાઈવે પર થઈ રહેલી ઘટનાઓનો ખૌફ એટલો વધી ગયો છે કે લોકો અહીંથી પસાર થતા ડરે છે.
આ પણ વાંચો :-