Who will take over the throne of
- આજે થશે રાજસ્થાનનો ફેંસલો. કોંગ્રેસ હાઈકમાન કોનેની કરે છે તાજપોશી ? કોને મળી શકે છે રાજસ્થાનમાં રાજ કરવાનો પરવાનો ? આજે અંગે લેવાઈ શકે છે મહત્ત્વનો નિર્ણય.
રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) બદલાવવાની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) જયપુરમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) અને પ્રભારી અજય માકન હાજર રહેશે.
આ સિવાય વિધાયક દળની બેઠકમાં રાજ્યમાં નવા સીએમ કોણ હશે તેના પર પણ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટનું (Sachin Pilot) નામ સૌથી આગળ છે. પરંતુ બેઠક પહેલા કઈ કહી ના શકાય. કોંગ્રેસ પાર્ટીએ જયપુરમાં થનારી બેઠક અંગે ટ્વીટ કરી છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે શનીવારે રાત્રે ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીના અધ્ય7 અંગે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને જયપુરમાં થનારી વિધાયક દળની બેઠક અંગે ઓબ્ઝર્વર અને ઈન્ચાર્જ બનાવ્યા છે. વિધાયક દળની બેઠક આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ખાસ વાત એ છે કે અશોક ગહેલોત જે હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેવામાં પાર્ટીના એક વ્યક્તિ એક પદના નિયમ અનુસાર તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવુ પડશે. અશોક ગહેલોતે શુક્રવારે કહ્યું હતું કે નિશ્ચિતરૂપથી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.
ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian
ગહેલોતે એ પણ કહ્યું હતુ કે જો અધ્યક્ષ બનશે તો ઉત્તરાધીકારી અંગે નિર્ણય હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. પાર્ટીમાં એકતા પર જોર આપતા ગહેલોતે કહ્યું હતું કે ભલે કોઈ પણ ચૂંટણી જીતે, કોંગ્રેસને તમામ સ્તરો પર મજબૂત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે.
આ પણ વાંચો :-