સુરતમાં કોણે હનીટ્રેપમાં ફસાઇને 5 લાખ ગુમાવ્યા, જાણો વિગતો તો ચોંકી જશો 

Share this story

Who lost 5 lakhs in honeytrap in

  • સુરત શહેરમાં એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાઇને પાંચ લાખ રૂપિયા ગુમાવવાની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાઇ છે.

સુરતના અલથાણ (Althan) વિસ્તારમાં રહેતા અને શહેરની નામાંકિત કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે (Professor) એક મહિના પહેલાં દેખાડેલી માનવતા તેમના માટે મોટી સમસ્યા સર્જી ગઇ હતી. તેમણે મહિના પહેલાં એક યુવકને પોતાની કારમાં લિફટ આપી હતી. ગત તા ૨૫/૦૮/૨૦૨૨ના રોજ બપોરના આશરે સાડા બારેક પરવટ પાટીયા (Parvat Patiya) ખાતે પ્રોફેસર સ્કુલની મીટીંગ અર્થે જવા માટે પોતાની કાર લઇને નીકળ્યા હતા.

તેઓ રિંગરોડ પર આવેલ લોર્ડ હોટલની સામેથી પસાર થઇ રહ્ના હતા ત્યારે ૩૦થી ૩૫ વર્ષના એક અજાણ્યા ઇસમે હાથનો ઇશારા વડે કાર ઉભી રખાવીને મારે હોસ્પીટલના કામ અર્થે જલ્દી જવાનું હોવાનું કહીને લીફ્ટ માંગી હતી.

પ્રોફેસરે માનવતા દાખવી તે અજાણ્યા ઇસમને લીફ્ટ આપી હતી. તો લિફ્ટ લીધા બાદ યુવકે પ્રોફેસરને ચપ્પુ દેખાડીને પોતે કહે તેમ કાર લઇ લેવા માટે કહ્યું હતું. જો કાર કહ્યા પ્રમાણે નહીં હંકારે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પ્રોફેસર ચપ્પુની અણીએ યુવાનના કહ્યા પ્રમાણે કાર અડાજણમાં મધુવન સર્કલ પાસે એક બિલ્ડીંગમાં લઇ ગયા હતા.

મધુવન સર્કલ પાસેની પહોંચતા જ ચપ્પુની અણીએ પ્રોફેસરને બિલ્ડીંગના એક ફલેટમાં લઇ જવાયા હતા. પ્લેટમાં પહોંચ્યા બાદ પ્રોફેસરના મહિલા સાથે જબરજસ્તી ફોટા પાડી લઇ ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની રૂપિયા ૨૦ લાખની માંગણી કરી હતી. કાર ચાલકે પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનું નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલીક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીના સંકજામાંથી છુટવા સારૂ ૫૦૦૦૦૦ રૂપિયા આરોપીઓને આપી દેતા સદર આરોપીઓએ કાર ચાલકને પોતાની કારમાં મોટી ટોકીઝ પાસે છોડી દીધા હતા.

આ ઘટના બાદ પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં આજે સુરત શહેર ક્રાઈમબ્રાંચ સુરત શહેરમાં હનીપ કરી લોકોને પોતાની જાળમાં ફસાવનાર ગેંગ સક્રિય હોય તેઓને પકડવવા સારૂ પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓએ આપેલ સુચના અનુસંધાને અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફીક એન્ડ ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાંચ નાઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ અને પોલીસ ઈન્સ્પેકટરશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી ટીમના માણસો સાથે વર્ક આઉટમાં હતા દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાના આરોપીઓને પકડી પાડ્યા હતા.

પોલીસે ડિંડોલી ચાર રસ્તા પાસે સાંઇ પોઇન્ટમાં રહેતા 32 વર્ષના હીરાનો ધંધો કરતા લાલ શિવરાજ લખધીર તથા કતારગામમાં કંતારેશ્વર મહાદેવ સામે રહી રેતી કપચીનો ધંધો કરતા અલ્પેશ જગદીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 3.87 લાખ રૂપિયા તથા ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો :-