ક્યારે જાગશે તંત્રની સંવેદના ? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા, દુર્ગંધથી ત્રાસથી બાળકો શિક્ષણનો ત્યાગ કરવા મજબૂર

Share this story

When will the consciousness of the

  • ગુજરાતમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

અરવલ્લીના (Aravalli) મેઘરજના પિશાલ ગામમાં તમામ શૈક્ષણિક સંસ્થામાં (educational institution) શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામની પ્રા.શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડીના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર (Education boycott) કર્યો છે. જોકે તેની પાછળનું ચોંકાવનારુ કારણ જાણીને ચોંકી જશો. કારણ કે, અહીં શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકી દેવાયા છે. જેના લીધે લમ્પીથી મૃત્યુ પામનાર મૃત પશુઓના મૃતદેહમાંથી ભયંકર દુર્ગંધ આવતા લોકો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

આથી ગામની તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તમામ સંસ્થાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો. જ્યાં સુધી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની આ લોકોએ ચીમકી આપી છે.

ગુજરાતમાં લમ્પી વાયરસ કંટ્રોલમાં હોવાનો દાવો ?

લમ્પી વાયરસને લઈ અમદાવાદ પશુપાલન તંત્રએ પશોઓનું રસીકરણ પુર્ણ કર્યુ. સમગ્ર જિલ્લામાં 43 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ. વિરમગામમાં 11 હજાર 671, દસક્રોઈમાં 6 હજારથી વધુ તેમજ અમદાવાદ શહેરમાં 4 હજારથી વધુ ગાયોને રસી આપવામાં આવી.

એક માસ અગાઉ વિરમગામમાં લમ્પી વાયરસનો એક કેસ નોંધાતા પશુપાલન વિભાગે રસીકરણ અભીયાન તેજ બનાવ્યું હતું. હાલ અમદાવાદ જિલ્લામાં લમ્પી વાયરસ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગયો હોવાનો દાવો થઈ રાજ્યો છે.

આ પણ વાંચો :-