મેચની શરૂઆત પહેલા જ સૂર્યાએ કરી દીધી હતી ભવિષ્યવાણી, અને છેલ્લે જે કહ્યું હતું એ જ થયું

Share this story

Surya made a prediction before

  • ભારત ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરીઝનાં બીજા મુકાબલામાં જીતી ગયું છે, જેની ભવિષ્યવાણી પહેલા જ સૂર્યકુમાર યાદવે કરી હતી.

ભારતીય ટીમનાં (Indian team) સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ઘણા મહત્વનાં મુકાબલાઓમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચુક્યા છે. તેમાંથી એક પ્રતિભા છે ભવિષ્ય જણાવવાની. આ પ્રતિભાની ઝલક તેમણે નાગપુરમાં (Nagpur) ઓસ્ટ્રેલિયા (Australia) સામે બીજી ટી20 મેચમાં આપી દીધી છે. જેવું તેમણે મેચ શરુ થતા પહેલા કહ્યું હતું એવું જ થયું.

ઓસ્ટ્રેલિયા અને ભારત બરાબર  :

નાગપુરમાં વરસાદને કારણે બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું અને છ  વિકેટથી જીત મેળવી. આ સાથે ત્રણ મેચોની સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે 25 સપ્ટેમ્બરનાં રોજ રમવામાં આવશે. આ મુકાબલામાં ઓસ્ટ્રેલીયાએ આઠ ઓવરમાં 5 વિકેટ પર 90 રન બનાવ્યા.  ત્યાર બાદ ભારતીય ટીમે 7.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.

મેચ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી :

સૂર્યકુમાર યાદવે આ મુકાબલામાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ખાતું ખોલ્યા વગર જ એડમ જ્મ્પાનો શિકાર બની ગયા હતા. જો કે તેમને જીતનો ભરોસો હતો અને આ જ વાત તેમણે મેચ શરુ થતા પહેલા કહી દીધી હતી. મેચ પહેલા તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે નંબર 1 ટી20 ટીમ સાથે છો અને હાલમાં 0-1થી સીરીઝમાં પાછળ છો. આજે શું લાગે છે તો મુંબઈના આ બેટ્સમેને જવાબ આપ્યો કે આજે રાત્રે 1-1. ત્યાર બાદ થોડી વારમાં તેમને કહેવામાં આવ્યું કે ફૂલ સ્ટોપ. તમારો જોશ જોઇને સારું લાગ્યું, મેચમાં સારું કરજો.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

વરસાદને કારણે આ મેચને 8-8 ઓવરની જ રાખવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં રમતા રમતા 46 રન બનાવ્યા. તેમણે 20 બોલ પર ચાર ચોક્કા અને ચાર સિક્સર ફટકારી. રોહિતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. રોહિત અને કેએલ રાહુલે માત્ર 2.4 ઓવરમાં જ 39 રન ફટકારી દીધા. જોકે રાહુલનું યોગદાન આમાં 10 રનનું જ રહ્યું છે. અક્ષર પટેલે પણ મેચમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-