This government website sells goods
- આ સરકારી વેબસાઈટ પરથી ખરીદી કરવા પર તમને બીજી એપ્સની તુલનામાં 10 હજાર રૂપિયા સુધીની બચત થશે.
જો તમારે ઓનલાઈન શોપિંગ (Online shopping) કરવી હોય તો કઈ વેબસાઈટનું નામ સૌથી પહેલા યાદ આવે છે? એમેઝોન? ફ્લિપકાર્ટ ? અથવા મિંત્રા ? આ સિવાય બીજી ઘણી વેબસાઈટ (Website) છે જ્યાંથી આપણે આપણી રોજિંદી જરૂરીયાતનો ઓર્ડર આપીએ છીએ.
કારણ કે આપણને લાગે છે કે આ વેબસાઈટસ ખૂબ જ વ્યાજબી ભાવે વસ્તુઓ આપે છે. મતલબ કે ત્યાં માલ બજાર કરતા ઓછા ભાવે મળે છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે એક બીજો વિકલ્પ છે જે સૌથી સસ્તો છે, જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે તો ?
ડાઉનલોડ કરો Gem :
આ વેબસાઈટનું નામ Gem એટલે કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ છે. આ એક સરકારી વેબસાઈટ છે અને તેમાં સામાન અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ કરતા સસ્તો સામાન મળે છે.
વ્યાજબી ભાવે મળે છે વસ્તુઓ :
Gemએ સરકારી માર્કેટ પ્લેસ છે. તે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) તેને ઓપરેટ કરે છે. Gem 9મી ઓગસ્ટ, 2016થી ચાલી રહ્યું છે. અહીં ગ્રાહકો વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. આજની તારીખે જેમ પર 150 અલગ અલગ કેટેગરીમાં 7,000થી વધુ પ્રોડક્ટ લિસ્ટ છે. કોઈપણ પ્રોડક્ટની લિસ્ટિંગથી પહેલા તમામ જરૂરી પરિમાણોનું ધ્યાન રાખવામાં આવે છે.
સામાન સસ્તો કેમ હોય છે ?
તમારી સમજણ માટે જણાવી દઈએ કે જે સામાન બજારમાં સો રૂપિયામાં મળે છે તો એ જ માલ Gemપર 90 રૂપિયામાં મળે છે.
ઉદાહરણ તરીકે, LG કંપનીનું લેપટોપ જે Gem પર રૂ. 99,959 બતાવી રહ્યું છે તે અન્ય લોકપ્રિય એપ્સ પર રૂ. 1,05,999 અને રૂ. 1,10,000 પર મળી રહ્યું હશે. એટલે કે કિંમતમાં ચારથી 10 હજારનો તફાવત છે. ત્યાં જ ઈન્ટેક્સનું LED ટીવી 34,999નું છે. જે ઓપન માર્કેટ અને બીજા શોપિંગ એપ પર 35,200 અને 38,799 રૂપિયામાં મળી રહ્યા છે. અહીં પણ કિંમતમાં 200થી 3700 રૂપિયા સુધીનું અંતર છે. જોકે સેલ અથવા સામાનની ઉપલબ્ધતાના હિસાબથી કિંમત ઉપર નીચે થાય છે.
22 પ્રોડક્ટ્સની કરવામાં આવી તુલના :
વર્ષ 2021-22માં થયેલા ઈકોનોમિક સર્વેમાં કુલ 22 પ્રોડક્ટ્સની તુલના જેમ અને બીજી ઈ-કોમર્સ વેબસાઈટ પર કરવામાં આવી તો જાણકારી મળી કે દસ જેવા પ્રોડક્ટ્સ છે જે જેમ માર્કેટ પ્લસ પર લગભગ 10 ટકા સસ્તા છે. જેમ એક પુર્ણઃ પેપરલેસ અને કેશલેસ વેબસાઈટ છે.
વેબસાઈટનું યુઝર ઈન્ટેરફેસ ખૂબ જ સરળ છે અને ખરીદમાં આવેલા પ્રોડક્ટને પરત કરવા પણ મુશ્કેલ નથી. સેલર્સ માટે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન અને પોતાના પ્રોડક્ટની લિસ્ટિંગ ખૂબ જ સરળ છે. જેમ પર આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે પ્રોડક્ટની લિસ્ટિંગથી લઈને પ્લેસમેન્ટ સુધીમાં તેની દખલ નહીંના બરાબર હોય.
આ પણ વાંચો :-