આ સાંસદે બ્રશની રાહ જોયા વગર પોતાના હાથ થી જ શાળાની ટોઈલેટ સીટ સાફ કરી નાખી, જુઓ Video

Share this story

This MP cleaned the school toilet seat

  • રીવાના બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય ખટખરી ગયા હતા.

રીવાના (Reeva) બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો (Janardhan Mishra) એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય (Girls’ College) ખટખરી ગયા હતા. ટોઈલેટ સાફ કરવા દરમિયાન સાંસદે હાથમાં મોજા સુદ્ધા પહેર્યા નહતા કે બ્રશનો ઉપયોગ પણ ન કર્યો.

વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને ગાંધી જયંતી (2ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું ચલાવી રહ્યો છે. આ કડીમાં બાલિકા શાળામાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.

શાળામાં ભ્રમણ દરમિયાન સાંસદે જોયું કે બાલિકાઓ જે ટોઈલેટનો ઉપયોગ કરે છે તે ખુબ ગંદુ છે. તેમણે તરત જ પોતે સાફ કરવાનો નિર્ણય લીધો. આ માટે સાંસદે કેમિકલ કે પછી બ્રશની પણ રાહ ન જોઈ. એક ડોલમાં પાણી મંગાવ્યું અને ટોઈલેટ સાફ કરવા લાગ્યા. સાંસદે હાથથી ટોઈલેટ સાફ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો.

https://twitter.com/Janardan_BJP/status/1572955219750699011?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1572955219750699011%7Ctwgr%5Eb169f1993d7ad19a45cfa1ab75470c571237e2ae%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi

અત્રે જણાવવાનું કે ગુનાની એક શાળામાં ગંદા ટોઈલેટને સ્વચ્છ કરતી બાળકીઓનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ આલોચના થઈ હતી. એવામાં સાંસદનો આ વીડિયો અરીસો દેખાડે છે. જનાર્દન મિશ્રાએ કહ્યું કે બધાએ સ્વચ્છતા જાળવવી જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને પીએમ મોદી સ્વચ્છતાનો સંદેશ આપે છે. આ કોઈ નવી વાત નથી. મે પહેલાં પણ ટોઈલેટ સાફ કર્યા છે.

આ અગાઉ સાંસદ જનાર્દન મિશ્રાએ હાથ રિક્ષા ચલાવીને ઘરે ઘરે જઈ કચરાનું કલેક્શન કર્યું હતું ત્યારે પણ તે ખુબ ચર્ચામાં આવ્યા હતા. સાંસદ વિવાદિત બોલ બોલીને પણ ચર્ચામાં રહે છે. કચરો ફેલાવનારાઓને ફાંસી આપવી, IAS ને જીવતા દાટી દેવા જેવા નિવેદનો આપી ચૂક્યા છે.

આ પણ વાંચો :-