લાઇટ બિલ ભરવાનો ફોન આવે તો ચેતી જજો ! અમદાવાદમાં આવી રીતે લાગ્યો 6 લાખ રૂપિયાનો ‘ઝટકો’

Share this story

If you get a call to pay the light bill

  • એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા પડાવી લેતા શખ્સને અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતથી ઝડપી લીધો હતો. પોલીસે 6 મહિનાથી નોકરી કરતા જીજ્ઞેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) લાઈટ બિલ (Light bill) ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ છેતરપિંડી (Fraud) કરતી ગેંગના એક આરોપીને દબોચી લીધો છે. પોલીસ ઝપટે ચડેલો આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરીદવા ગયો હતો. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી માત્ર પગાર માટે નોકરી કરતો હોવાનો ખુલાસો થયો છે. જેને લઇને પોલીસે મુખ્ય આરોપી સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીએ અમદાવાદમાં કરી 6 લાખની છેતરપિંડી :

અમદાવાદમાં લાઈટ બિલ બાકી છે અને તે નહી ભરો તો કનેક્શન કપાઈ જશે તેવુ જણાવી ફરિયાદી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 6 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની અમદાવાદ સાયબર ક્રાઈમને એક ફરિયાદ મળી હતી. જે ફરિયાદને પગલે પોલીસ તપાસ કરી રહી હતી.

દરમિયાન છેતરપિંડીની મેળવેલે રકમ બજારમાં વાપરવા માટે આરોપી જિગ્નેશ સુરતમાં ફરતો હતો. જેની સાયબર ક્રાઈમે સુરતથી ધરપકડ કરી લીધી હતી. સાયબર ક્રાઈમે આરોપી જિગ્નેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યુ કે આરોપી છેલ્લા 6 મહિનાથી આ કામ કરતો હતો.

સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપતો :

આ ગુનાનો મુખ્ય આરોપી સાવન ગઢીયા હોવાનું ખૂલ્યુ હતું. સાવન જે રૂપિયા આપે છે તે રૂપિયાના આધારે આરોપી સોનુ કે દાગીના ખરીદી કરતો હતો. વધુમાં માત્ર અમદાવાદના ગુના જ નહીં પરંતુ અન્ય ગુનાની રકમ પણ તેણે આવી રીતે વાપરી છે.

સુરતના ડુમસ બીચ પર 10 ફૂટ ઊંચો જિન દેખાયો . કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો વીડિયો. Gujarat Guardian આ વીડિયો ની પુષ્ટિ કરતુ નથી.

આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપી આ કામ કરાવતો હતો. આથી આરોપી ક્યાં ક્યાં રૂપિયા રોકાણ કરતો હતો  અને કોની મદદથી નાણાંનું ટ્રાન્જેક્શન કરતો હતો તે મુદ્દે પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરાઈ છે અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-