Sunday, Apr 20, 2025

ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર : ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિર્ણય

2 Min Read

Big news for gamers again :

  • ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો (Navratri 2022) તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા એક ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

12 વાગ્યા સુધી બોલાશે રમઝટ :

એટલું જ નહીં દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

Share This Article