Detention of Kisan Sangh leaders who reached
- પોતાની માંગણીઓને સમર્થન આપે તે હેતુસર આજે ભારતીય કિસાન સંઘ ગાંધીનગર ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો. જ્યાં આગેવાનોની અટકાયત કરાઇ.
ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. કિસાન સંઘ આજે ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો હતો. જ્યાં તેઓએ ધારાસભ્યોનું સમર્થન માંગ્યુ હતું. કિસાન સંઘના (Kisan Sangh) આગેવાનો પોતાની માંગો લઇને પહોંચ્યા હતા.
કિસાન સંઘ દ્વારા પોતાની માંગણીઓમાં ધારાસભ્યો પણ સાથ આપે તે માટે સમર્થન માંગવામાં આવ્યું. જો કે ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરી લેવાઇ હતી.
કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોને મળ્યા હતા :
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કિસાન સંઘના આગેવાનો દ્વારા સરકારે બનાવેલી કમિટીના સભ્યો એવા મંત્રીઓના નિવાસસ્થાનને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કિસાન સંઘના આગેવાનો આજે ધારાસભ્યોને મળ્યા હતા અને વિધાનસભામાં તેઓની માંગણી ઉઠાવવાની માંગ કરી હતી.
માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian
સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન :
મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન પણ યોજાયું છે. 18 જેટલી માંગણીઓ લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર સમક્ષ શ્રમિકો માટે આવાસ અને ટોયલેટ જેવી સુવિધાની તેઓ માંગ કરી રહ્યાં છે. વારંવાર થતા અકસ્માત અંગે સરકાર પોલિસી બનાવે તેવી તેઓ માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો :-
- પરંપરા હજી પણ જીવે છે, આધુનિકતામાં પણ કુંભારના હાથે બનેલા માટીના ગરબાની માંગ છે
- વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે 7 કેદીઓએ પીધું ઝેરી પ્રવાહી, કારણ જાણીને પોલીસ ચોંકી