સુમુલ ડેરીના ટેમ્પા પર ‘અસામાજિક તત્વો’ એ કર્યો હુમલો, મોંઘા ભાવનું દૂધ ઢોળીને કર્યું નુકસાન

Share this story

‘Anti-social elements’ attacked Sumul Dairy’s

  • સુરતમાં લુખ્ખાતત્વોની આચકલી,સુમુલ ડેરીના ટેમ્પોમાં જતું દૂધ ઢોળી દીધું, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ.

આજે માલધારી સમાજ (Maldhari Samaja) દ્વારા 11 જેટલી પડતર માંગને લઈ સરકાર સામે આક્રોશ રૂપે 1 દિવસ દૂધ (Milk) નહીં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં ક્યાંક નદીમાં દૂધ ઢોળી તો ક્યાંક દૂધની ખીર બનાવી જરૂરિયાતમંદ લોકોને વહેચવામાં આવી તો ઘણી જગ્યાએ શ્વાનને દૂધ પીવડાવી (Drink milk) આકારો વિરોધ કરવામાં આવ્યો. આપને એ પણ જણાવી દઈએ કે આ 11 પૈકીની મુખ્ય માંગ ઢોર નિયંત્રણ બિલને (Cattle Control Bill) આજે રદ્દ કરતો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો છે.

અમાસામાજિક તત્વોએ ટેમ્પોમાં રાખેલુ દુધ રોડ પર ઢોળ્યુ :

ત્યારે માલધારી સમાજના વિરોધની આડ લઈ વાતાવરણ ડહોળવા કેટલાક અમાસામાજિક તત્વો સક્રિય થયા છે. સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પો પર શખ્સોએ હુમલો કરી દીધો છે. ઉતરાણ વિસ્તારમાં સુમુલ ડેરીનો ટેમ્પો રોકવામાં આવ્યો હતો જે બાદ તેમાં રહેલું દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું હતું.

અમાસામાજિક તત્વોની આ હરકતની ચારેયકોર નીંદા થઈ રહી છે. ઉતરાણ મૌની સ્કૂલ નજીક દૂધ ઢોળીને  નુકશાન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કરી કાર્યવાહીની માંગણી કરી છે.

ગુજરાતમાં ‘દૂધ’ની સિક્યોરિટી :

તો આ તરફ સુરતમાં સુમુલ ડેરી દ્વારા બપોર પછી નું દૂધ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે સુમુલ ડેરીમાંથી દૂધના ટેમ્પો રવાના થયા છે. ગઈ મધરાતે પણ પોલીસ બંદોબસ્ત સાથે દૂધ વિતરણ કરાયું હતું

પૂજય કની રામ બાપુએ માલધારીઓને કરી અપીલ :

બીજી તરફ માલધારી સમાજના એક દિવસ દૂધ નહી વેચવા મામલે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કની રામ બાપુએ માલધારીઓને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી.

વધુમાં અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. એટલું જ નહિ ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવા જણાવાયું છે. તેમણે જણાવ્યું કે આપણે તો આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું. ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા તેમ અંતમાં ગુરુએ જણાવ્યું હતું.

શું છે માલધારી સમાજની માંગ ? 

માલધારીઓની મુખ્ય માંગોમાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો, માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણીઓ કરાઇ રહી છે.

આ પણ વાંચો :-