The man adopted a great game to escape
- સોશિયલ મીડિયા પર હાલ એક જુગાડનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેના માથા પર સોલર ફેન ફિટ કરીને ચાલતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા (Social media) પર આપણે દરરોજ કોઈને કોઈ વ્યક્તિને પોતાના મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે ગજબના જુગાડ કરતા જોઈએ છીએ. તે જ સમયે આવા જુગાડ ઘણી વખત આપણને ચોંકાવનારા પણ હોય છે. તો અમુક લોકો આવા જુગાડનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. જો બાદમાં ખૂબ જ વાયરલ થઈ જાય છે.
હાલમાં જ એક વૃદ્ધ વ્યક્તિને ગરમીથી છુટકારો મેળવવા માટે અનોખો જુગાડ લગાવતા જોવામાં આવ્યો છે. જેને જોઈને સારા સારા એન્જિનિયરોના મગજ પણ ચકરાવે ચઢી જશે. વીડિયોમાં જોવા મળી રહેલા વૃદ્ધ શખ્સે માથા પર બાંધેલા કપડા પર એક હેલમેટ પહેર્યું છે. તેના પર એક પંખાને લટકેલો જોઈ શકાય છે. જે ચાલું છે અને કામ કરી રહ્યો છે. વૃદ્ધ શખ્સે આ પંખાને ચલાવવા માટે સોલર એનર્જીનો ઉપયોગ કર્યો છે.
હેલમેટ પર ફિટ કર્યો સોલર ફેન :
વિડિઓમાં વ્યક્તિના હેલમેટ પર ફેન તેમજ સોલર પ્લેટ જોવા મળે છે. જેમાંથી ફેન ચલાવવા માટે વીજળી બની રહી છે. હાલમાં વીડિઓ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સ આ જોઈને ચોંકી ઉઠ્યા છે.
साधु बाबा का #जुगाड़ … 👍👍
कहते हैं आवश्यकता ही अविष्कार की जननी है!
👇pic.twitter.com/zHjBnUyme3— 𝘋𝘶𝘳𝘨𝘢𝘥𝘢𝘴 𝘉𝘩𝘢𝘪𝘺𝘢🇮🇳 (@ddbhaiya) September 21, 2022
જુગાડ થયો વાયરલ :
સમાચાર વખાયા ત્યાં સુધી સોશિયલ મીડિયા પરની વીડિઓને કરોડો વ્યૂઝ મળી ચુક્યા છે. હાલમાં, વીડિઓ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેમની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘આ ટેક્નોલોજી ઈન્ડિયાની બહાર ન જવી જોઈએ’. બીજા વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને ‘ટેક્નિકલ બાબા’ કહ્યા છે. જ્યારે બીજાએ વૃદ્ધ વ્યક્તિને ‘અજુબા બાબા‘ કહ્યા છે.
આ પણ વાંચો :-