લક્ઝરી કારના શોખીન રાજુ શ્રીવાસ્તવ હતા કરોડોના આસામી, જાણો કેટલું છે નેટવર્થ

Share this story

Luxury car enthusiast Raju Srivastava

  • કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું નામ પણ સામેલ હતું. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે.

કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastava) નામ પણ સામેલ હતુ. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેઓ છેલ્લા 40થી વધુ દિવસોથી હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. સ્ટેન્ડઅપ કોમેડીથી (Standup comedy) ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ મુકામ પર પહોંચ્યા છે.

બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા 40થી વધુ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. તેમને 10 ઓગસ્ટનથી જ દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ડોક્ટર્સે તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

સ્ટેન્ડઅપ કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ આ મુકામ પર પહોંચ્યા છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ આજે આલિશાન મકાનમાં રહેતા હતા. તેઓ કરોડોની કિંમતની કાર ચલાવે છે. ચાલો જાણીએ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવની કમાણી, ઘર, કાર અને નેટવર્થ વિશે.

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું. તેઓ પોતે કવિ છે અને બલાઈ કાકા તરીકે જાણીતા છે. રાજુને પણ તેમના પિતા પાસેથી પ્રતિભા મળી. તેઓ નાનપણથી જ સારી મિમિક્રી કરતો હતો.

રાજુએ નાનપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લે છે. રાજુ સાથે જાહેરાત, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ રાજુ શ્રીવાસ્તવ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર રાજુ શ્રીવાસ્તવની ટોટલ નેટવર્થ 20 કરોડ રૂપિયા છે. તે સાથે રાજુ શ્રીવાસ્તવની પાસે આલીશાન ઘર પણ છે. તેમના ઘરમાં તમામ સુવિધાઓ છે. તે સાથે તેમની પાસે કાનપુરમાં પણ પોતાનું ઘર છે.

રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે કારનું સારું કલેક્શન છે. તેમના કારના કાફલામાં ઈનોવા, BMW 3ની કિંમત 46.86 લાખ રૂપિયા છે અને ઓડી Q7ની કિંમત 82.48 લાખ રૂપિયા છે. રાજુ શ્રીવાસ્તવ ‘બાઝીગર’, ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’, ‘મેં પ્રેમ કી દિવાની હૂં’ અને ‘કેદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાથે જ તેમણે ટીવી શો ‘શક્તિમાન’માં પણ કામ કર્યું છે, પરંતુ રાજુ શ્રીવાસ્તવને સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ની પહેલી સિઝનમાં ભાગ લીધા બાદ ઓળખ મળી હતી. તેના પછી રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

રાજુના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ દર મહિને લગભગ 10 લાખ સુધી કમાય છે. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15થી 20 કરોડની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચો :-