How do the rules of cricket change
- ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવાના છે.
સમયાંતરે ક્રિકેટની રમતમાં (The game of cricket) નિયમો સતત બદલાતા રહે છે. સમયને અનુરૂપ આ નિયમોમાં પરિવર્તન આવશ્યક છે. ત્યારે તમને થતું હશે કે આખરે આ ક્રિકેટની રમતના (Cricket) નિયમો કોણ બનાવે છે ? બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં (Fielding) શું ફેરફાર કરવા ? ક્યારે નો બોલ આપવો ક્યારે એકસ્ટ્રા રનને માન્યતા આપવી ક્યારે આઉટ આપવો આ બધું કેવી રીતે નક્કી થાય છે ?
તો ક્રિકેટ અને તેના નિયમો અંગેના તમારા સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે. ક્રિકેટના નિયમો મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) નામની સંસ્થા બનાવે છે. આ સંસ્થા સમયે જતા નિયમોમાં ફેરફાર કરતી રહેતી હોય છે. આ સંસ્થા 1787માં બની હતી. 1814માં લોર્ડ્સમાં આની હેડ ઑફિસ બની હતી. 1993માં MCCના એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નેંસ કામોને ICCને સોંપી દેવામાં આવશે. હવે MCCની પાસે માત્ર નિયમો અને તેના સંબંધિત કાર્યો જ રહ્યા છે.
MCCમાં 18 હજાર ફુલ મેમ્બર અને 5 હજાર એસોશિએટ મેમ્બર છે. કોઈપણ મનિયમમાં બદલાવ માટે બે સભ્યોની અનુમતિ જરૂરી છે. સંસ્થા નવા નિયમ બનાવતી પહેલા અંપાયર્સ, સ્કોરર અને પ્લેયર્સ કમિટી સાથે ચર્ચા વિચારણા કરે છે. આ બધાની જ અનુમતિ પછી સંસ્થા ICCને પ્રસ્તાવ મોકલે છે. આ પછી ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીની મિટિંગમાં જેતે નિયમોને મંજૂરી આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છેકે, ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની રમતમાં માંકડિંગ આઉટનો નિયમ માન્ય નહિ ગણાય તેને બદલે ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.
ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં બનેલી કમિટીના આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ આ બદલાયેલા નિયમોની હેઠળ રમાશે.
આ પણ વાંચો :-