Stay away from ‘no milk available’ rumour
- ગઇકાલે મોડી રાત્રે ‘દૂધ નહીં મળે’ એવી અફવા ફેલાવાના કારણે અનેક શહેરોમાં પાર્લર પર દૂધ લેવા પડાપડી થઇ હતી.
માલધારી સમાજ (Merciful society) દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર (Gujarat Govt) વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ (Ahmedabad), રાજકોટ સહિતના શહેરોમાં દૂધની ડેરીઓ (Milk dairy) બહાર દૂધ લેવા લોકોએ પડાપડી કરી હતી.
અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ ઉપલબ્ધ :
દૂધ નહીં મળેની અફવાના કારણે ગઇકાલે મોડી રાત્રે અમૂલ પાર્લર પર દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. ત્યારે અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ મળી રહ્યું છે. દૂધ નહીં મળે તેવી અફવાથી દૂર રહો. મહત્વનું છે કે માલધારીઓ દૂધ નહીં ભરે તેવી અફવા ફેલાઈ હતી. આથી મોડી રાત્રે દૂધ પાર્લર ઉપર દૂધ લેવા પડાપડી થઈ હતી.
સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં અસામાજિક તત્વોએ કરી હતી તોડફોડ :
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અમુક શહેરોમાં દૂધ ન મળવાની આશંકાએ દૂધ લેવા માટે પડાપડીની ઘટના ઘટી છે.
ત્યારે સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ સુરત જિલ્લામાં 3થી વધુ દૂધના ટેમ્પોમાં તોડફોડ કરી છે. આ સાથે ટેમ્પોમાં રહેલું દૂધ પણ રસ્તામાં ઢોળી દીધું હતું. જેથી સુમુલ ડેરીએ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો :-