Who raised Modi-Modi slogans at Kejriwal’s
- એક સવાલ એ થાય કે, ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં.
ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવતો જાય છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) વચ્ચે લડાઈ લડાતી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ મેદાનમાં ઉતરી છે.
તેથી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. એવામાં ગુજરાત પ્રવાસે આવેલાં દિલ્લીના સીએમ અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલને એરપોર્ટ પર જ વિચિત્ર સ્વાગતનો અનુભવ થયો. વડોદરા એરપોર્ટ પર જેવી કેજરીવાલની એન્ટ્રી થઈ એવા જ લાગ્યા મોદી-મોદીના નારા…
એક સવાલ એ થાય કે ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં. બે ઘડી તો આ નારેબાજીના કારણે કેજરીવાલ પણ ડઘાઈ ગયા હતાં. જ્યારે સામેથી મોદી-મોદીના નારા દેખાવા લાગ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની શું પ્રતિક્રિયા હતી તે પણ જાણવા જેવું છે.
#WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greeted with ‘Modi-Modi’ chants in Vadodara, Gujarat…later ‘Kejriwal-Kejriwal’ chants also heard. pic.twitter.com/dr8HB5Hw2q
— ANI (@ANI) September 20, 2022
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા. જોકે કેટલાક લોકોએ એરપોર્ટ પર તેમની સામે મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
ફરી ખખડ્યા થાળી અને વેલણ, મહિલા પોલીસ કર્મીઓ પર જોરદાર બગડ્યો પોલીસકર્મી, જોઈ લો વીડિયો
જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ કેજરીવાલ-કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના સીએમ જાણે કંઈ બન્યુ જ ન હોય તેમ હસતા હસતા આગળ વધ્યા હતા. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. વડોદરામાં ‘ટાઉન હોલ’ કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક મોદી-મોદીના નારા લાગ્યા.
આ વર્ષના અંતમાં ભાજપ શાસિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને AAP નેતાએ લોકો સુધી પહોંચવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત 27 વર્ષથી ભાજપની સરકાર છે.
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સિવાય આ વખતે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી AAP પણ પુરી તાકાતથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરના સમયમાં મહિલાઓને મફત વીજળી, રોજગાર અને દર મહિને 1000 રૂપિયાની માસિક મદદ જેવા ઘણા વચનો આપ્યા છે.
આ પણ વાંચો :-