3300GB data, 75 days validity…
- આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે, આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.
આજકાલ વધતાં કોમ્પિટિશન વચ્ચે ટેલિકોમ કંપનીઓ (Telecom company) અલગ અલગ ઓફર્સ રાખીને ગ્રાહકોને તેની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે આ બધા વચ્ચે BSNL પણ યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. BSNL એ થોડા સમય પહેલા સ્વતંત્રતા દિવસની (Independence Day) ઓફર રજૂ કરી હતી.
જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થાય છે. જો કે જણાવી દઈએ કે ફક્ત BSNL બ્રોડબેન્ડ યુઝર્સ જ આનો લાભ લઈ શકે છે. BSNLની આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.
BSNL બ્રોડબેન્ડ યુઝર્સને મળે છે 3300GB હાઇ સ્પીડ ડેટા :
આ પ્લાન સાથે BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા પણ મળે છે. આ 3300GB ડેટા 60Mbps હાઈ સ્પીડ સાથે આપવામાં આવે છે. પ્લાનમાં ડેટા પૂરા થયા પછી સ્પીડ ઓછી થઈ જાય છે અને તમારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.
રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર
BSNLના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને વધુ એક ફાયદો મળી રહ્યો છે અને એ છે યુઝર્સ પાસેથી કંપની કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ વસૂલતી નથી. એટલા માટે જો તમારું બજેટ ઓછું છે અને ઘર પર સસ્તું બ્રોડબેન્ડ સર્વિસ મેળવવા માંગતા હોય તો આ પ્લાન સારો છે.
જણાવી દઈએ કે હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ 5G સર્વિસ સાથે તમને ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળી શકે છે. જોકે હાલ પ્રારંભિક તબક્કામાં આ 5G સર્વિસ માત્ર મેટ્રો શહેરોમાં જ આપવામાં આવશે.
આ પણ વાંચો :-
- પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડોની કમાણી
- આજનું રાશિફળ 20 સપ્ટેમ્બર : કન્યા-કુંભ રાશિના જાતકોને ધંધામાં લાભ થવાના સંકેત, જાણો કેવો રહેશે તમારો દિવસ