Why do people spread the word that Dumas Beach
- ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે.
દરિયા કિનારે (on the seashore) જઈને લોકોને ઘણી શાંતિ મળે છે. પણ ઘણા એવા બીચ છે જ્યાં જવા માટે હિંમતની જરૂર પડે છે. એ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ (Haunted Beach) તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ મહત્વ અને કહાનીઓ ધરાવતા આ બીચ વિશે ચાલો જાણીએ.
આજ સુધી ભૂતિયા ઘર અને જગ્યાઓ વિશે સાંભળ્યું હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ સ્થાનિકોમાં તો ઘણો ફેમસ અને ચર્ચિત છે પણ ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે.
ડુમસ બીચ – Dumas Beach :
ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે કે એ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે.
આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે.
રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર
જો કે ઘણા લોકો આ વાત માનતા નથી પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી. અને તેને કારણેજ સુરતના ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે આ બીચની આસપાસ કોઈ વ્યક્તિ ભટકતુ પણ નથી.
ચાંદીપૂર બીચ – Chandipur Beach :
બંગાળની ખાડીના કિનારે આવેલ આ બીચને સુપ્ત સમુદ્ર તટ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાંના દરિયામાં આવતા મોજા લો ટાઈડ એટલે કે ઓરતીને કારણે 5 કિલોમીટર સુધી પાછળ ચાલ્યા જાય છે. કહેવાય છે કે આ ઘટના દિવસમાં 2 વખત થાય છે.
મુઝપ્પિલંગડ બીચ – Muzhappilangad Beach :
આ બીચ એશિયામાં સૌથી લાંબી ડ્રાઇવ માટે જાણીતો છે. આ જગ્યા પર તમે બીચ રોડ ટ્રિપ લઈ શકો છો. મુઝપ્પિલંગડ બીચ કેરળના કન્નુરમાં લગભગ 5 કિલોમીટર જેટલો લાંબો પટ છે. લોકો અહીંઅલગ અલગ વોટર સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવે છે. આ સાથે, તમે અહીં બેસ્ટ સીફૂડનો પણ આનંદ લઈ શકો છો.
આ પણ વાંચો :-