Gujarat is home to the world’s first vegetarian
- ગુજરાતનું પાલીતાણા શહેર દુનિયાનું સૌથી મોટું શાકાહારી શહેર છે. અહીં માંસ સંપૂર્ણપણે બેન છે. જાણો આ શહેર વિશે વિગતવાર
ભારતનાં (India) દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ હોય છે. આ જ પરંપરાઓ અને રિવાજોને કારણે ભારત વિવિધતાસભર દેશ બની જાય કે. એવું માનવામાં આવે છે કે દર 10 કિલોમીટર પર ભારતમાં (India) પરિવર્તન જોવા મળે છે. અમુક એવી જગ્યાઓ હોય છે.
જેની અનોખી પરંપરાથી ભારતની એક અલગ ઓળખાણ બની જાય છે. આમાં ગુજરાતનો એક એવો પ્રદેશ છે, જેના વિશે સૌ કોઈ જાણે છે. આ રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે. જે સંપૂર્ણ રીતે શાકાહારી (Vegetarian) છે. પાલીતાણા શહેરની આપણે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ શહેરમાં માંસ સપૂર્ણ રીતે ગેરહાજર છે.
દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર :
ગુજરાતનાં પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માંઆ 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હન્ગર સ્ટ્રાઈક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લૉટર હાઉસ પર બેન લગાવવામાં આવે.
આ સ્ટ્રાઈકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ શહેર ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શત્રુજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000થી વધારે મંદિર છે.
રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર
અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું છે.
જૈન ધર્મનું સૌથી પવિત્ર સ્થળ :
ગુજરાતનાં પાલીતાણા શહેરમાં સુંદર પહાડોની શૃંખલા છે. આ જૈન ધર્મનાં અનુયાયીઓ માટે કેન્દ્ર માનવામાં આવે છે. આવા અહીં ઘણાઆ મંદિરો છે, જે મુખ્ય રૂપથી જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. સૌથી મોટું ચોમુખા મંદીઓર છે. આ ઉપરાંત કુમારપાળ, સમપ્રતિ રાજ, વિમલ શાહ મંદિર પણ અહીં જ છે. મંદિરોના વાસ્તુ કળાને જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
સંગેમરમરનાં પત્થરોથી નિર્મિત આ મંદિર પોતાની વાસ્તુકળાને લઈને એક અલગ જ છાપ છોડે છે. 11મીથી 12મી સદી દરમિયાન અહીં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે એ કે ઋષિ મુનિઓને મોક્ષની પ્રાપ્તિ અહીં જ થઈ હતી અને એટલા માટે પાલીતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેરના ઉપમા જોવામાં આવે છે.
આ પણ વાંચો :-
- સુરતના Dumas Beachને કેમ ભૂતિયા હોવાની વાત ફેલાવે છે લોકો ? રહસ્યોથી ઘેરાયેલી છે કહાની
- 3300GB ડેટા, 75 દિવસની વેલીડિટી…કિંમત ફક્ત 275 રૂપિયા, આ કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર