If there is a MLA, such! The Congolese MLA went
- કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે.
કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને (Various problems) લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે. પાણી, આરોગ્ય, રોડ રસ્તા જેવી સુવિધાના અભાવને લઈને ધારાસભ્ય ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે હવે સ્થાનિક લોકો પણ જોડાઈ રહ્યા છે.
આ માગણીઓ સાથે ઉપવાસ પર ઉતર્યાં :
ગુલાબસિંહ રાજપૂતની માગણી છે કે થરાદના 97 ગામને નર્મદાનું સિંચાઈ માટે પાણી ખેડૂતોને આપવામાં આવે. સિંચાઈના પાણી આપવા બાબતે તેમને અનેક વાર સરકારને સંબંધિત વિભાગોમાં પણ રજુઆત કરી હતી. બીજી તેમની માગણી છે કે થરાદમાં આવેલી ગૌ શાળામાં રાજ્ય સરકાર પશુ નિભાવ ખર્ચ માટે 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવે.
આ ઉપરાંત નાગલા, ડોડગામ અને ખાનપુર ગામના લોકોનું પુનઃવસન અને પાણી નિકાલની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે. થરાદમાં આવેલી હોસ્પિટલની સુવિધા વધારવામાં આવે. જર્જરિત થયેલી હોસ્પિટલનું નવીનીકરણ કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-