હૃદય વલોવી નાખનારી ઘટના, પત્નીની લાશ ખોળામાં રાખીને પતિને કરવી પડી 500 કિમી ટ્રેનની સફર

Share this story

Heartbreaking incident, husband had to travel

  • બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક પતિને ખોળામાં પત્નીની લાશ રાખીને ટ્રેનની 500 કિમી મુસાફરી કરવી પડી હતી.

બિહારના (Bihar) ઔરંગાબાદ (Aurangabad) જિલ્લાનો રહેવાશી નવીન હૃદયરોગની સારવાર માટે પત્ની ઉર્મિલાને પંજાબના લુધિયાણા (Ludhiana) લઈને ગયો હતો. લુધિયાણાથી પાછા આવતા તેણે પત્ની સાથે ઔરંગાબાદની ટ્રેન પકડી હતી પરંતુ રસ્તામાં ફરી વાર ઉર્મિલાની તબિયત બગડી હતી અને થોડીવારમાં પત્નીનું મોત થયું હતું.

બીજો કોઈ હોત તો ત્યાંને ત્યાં મરણને શરણ થઈ જાત પરંતુ જે બન્યું તે બન્યું માનીને નવીન હિંમત ધારણ કરી અને કોઈ જોઈ ન જાય એટલે પત્નીની લાશને ખોળામાં લઈ લીધી અને તેની પર એક ચાદર ઓઢાડી દીધી એટલે કે બાજુના પ્રવાસીઓને કંઈ ડાઉટ ન જાય. કારણ કે નવીનને એવી બીક હતી કે જો આ વાતની જાણ બાજુવાળા મુસાફરોને થઈ જશે તો તેને લાશ સાથે ઉતારી મૂકવામાં આવશે અને પછી તે ઘેર કેવી રીતે જશે.

આ રીતે પત્નીની લાશ ખોળામા રાખીને નવીને 500 કિલોમીટરની સફર પૂરી કરી હતી. પરંતુ અંતે કેટલાક પ્રવાસીઓને શક પડતા રેલવે સ્ટેશને જાણ કરાઈ હતી અને ત્યાર બાદ રેલવે પોલીસ દ્વારા નવીન અને તેની પત્નીની ડેડબોડીને ઉતારી લેવાઈ હતી અને એમ્બ્યુલન્સ દ્વારા તેના ગામ રવાના કરાઈ હતી.

ટ્યૂશન કરીને પતિને ઘર ચલાવવામાં મદદ કરી હતી ઉર્મિલા :

આ ઘટનાથી ભાંગી પડેલા નવીને જણાવ્યું કે, તેના લગ્ન અરવલ જિલ્લાની રહેવાસી ઉર્મિલા સાથે થયા હતા. નવીન એક ફેક્ટરીમાં કામ કરે છે જ્યારે તેની પત્ની બાળકોને ટ્યુશન આપે છે અને તેમની મદદ કરે છે. નવીને જણાવ્યું કે તેમની પત્ની હૃદયની બીમારીથી પીડાતી હતી. જેના માટે તેઓ તેમને સારવાર માટે લુધિયાણા લઈ ગયા હતા.

શુક્રવારે રાત્રે જ્યારે તે ટ્રેનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેની પત્ની બીમાર પડી ગઈ હતી અને તેણે દમ તોડી દીધો હતો. મુસાફરોની ફરિયાદના પગલે ટ્રેનના કર્મચારીઓ અને શાહજહાંપુર જીઆરપીને જાણ કરવામાં આવી હતી.

ટ્રેન જ્યારે શાહજહાંપુર પહોંચી ત્યારે અહીં પ્લેટફોર્મ પર રેલવે પોલીસ પહેલેથી જ હાજર હતી. પોલીસે યુવક અને તેની પત્નીની લાશ નીચે ઉતારી હતી. પોસ્ટ મોર્ટમ બાદ એમ્બ્યુલન્સ દ્વારા લાશને તેના ગામ તરફ રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-