If you are planning to invest, this government
- રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.
જો તમારે તમારા પૈસાનું રોકાણ (Investment of money) કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સરકારી યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોકાણકારો (Investors) માટે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ સ્કીમ (Deposit Scheme) ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સરકારી યોજના છે અને તેમાં પૈસા રોકવામાં કોઈ જોખમ નથી રહેતું.
મોટાભાગના લોકોને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં વધુ વિશ્વાસ હોય છે. લોકો પોસ્ટ ઓફિસ અને બેંક એમ બે જગ્યાએ વધુ રોકાણ કરે છે અને બંનેમાં ફરક માત્ર એટલો છે કે પોસ્ટ ઓફિસમાં રોકાણ હંમેશા સુરક્ષિત રહે છે અને રિફંડ મેળવવાની સંપૂર્ણ ગેરંટી રહે છે.
એક લાખના રોકાણ પર 1,39,407 રૂપિયા :
જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં 1 થી 5 વર્ષ સુધી Term Deposit Scheme નો લાભ તમે ઉઠાવી શકો છો કેમ કે આ એક નાની બચત યોજના (Small Savings Scheme) છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં 5 વર્ષ માટે 6.7% વાર્ષિક વ્યાજ દર મળે છે.
એટલે કે જો તમે 5 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે ટર્મ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવો છો તો Term Depositના વ્યાજ દર અનુસાર 5 વર્ષ પછી 139407 રૂપિયા મળશે. તેમાં એક વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની મુદતની થાપણો પર વાર્ષિક 5.5% વ્યાજ દર છે.
કોન ખોલાવી શકે છે ખાતું :
પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોઈપણ ભારતીય ખાતું ખોલાવી શકે છે પણ તેની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે નબળા છે તેઓ પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરીને તમે પછી તેમાં કોઈપણ રકમ મૂકી શકો છો.
આ ઉપરાંત ખાસ જણાવી દઈએ કે 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાં પણ છૂટ મળે છે. જો કે 6 મહિના પૂરા થયા પછી તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમ બંધ પણ કરાવી શકો છો.
આ પણ વાંચો :-