The Meteorological Department has again
- ગુજરાતમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની પુન:પધરામણી થઇ છે. ત્યારે હવામાન વિભાગે આજે ફરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની (The rain) ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓેને મેઘરાજા (Maharaja) ધમરોળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની હોવાને લઈને વરસાદનું જોર વધશે. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની સ્થિતિ યથાવત છે. આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે એટલે કે આજે અને સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના દ્વારકા, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.
24 કલાકમાં 16 તાલુકામાં મેઘરાજા વરસ્યા :
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય કપરાડા, વલસાડમાં સવા 2 ઈંચ વરસાદ, પારડીમાં પોણા બે ઈંચ જ્યારે ગણદેવીમાં 1.5 ઈંચ, ખેરગામમાં સવા ઈંચ, જેસર અને તળાજામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.
નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે વરસાદ :
તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસશે.
જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. તદુપરાંત હવામાન વિભાગે હાલ પૂરતી ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે, ચોમાસું જલ્દી વિદાય નહીં લે તો કદાચ આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.
આ પણ વાંચો :-