Ravindra Jadeja shared a picture with plaster
- રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. હજુ તેમની મેદાન પર વાપસીની તારીખ સામે આવી નથી.
ભારતીય ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજાનાં (Ravindra Jadeja) ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ રિકવર થવા લાગ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરી છે.
જેમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે. જાડેજા ઇજાને કારણે ટી20 વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ થયા નથી. તેઓ એશિયા કપમાં શરૂઆતની બે મેચ રમ્યા બાદ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા.
Crutchesનાં સહારે ઉભેલા જોવા મળ્યા રવીન્દ્ર જાડેજા :
ટીમ ઈન્ડિયાના સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે.
એવું લાગી રહ્યું છે કે તેઓ તેમના રાજકોટવાળા ઘરમાં છે. તેમના પગમાં પ્લાસ્ટર પણ છે. તેમણે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘One Step at a Time’.
વાપસીની કોઈ જાણ નથી :
રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી બાદ ઠીક થવા માટે સ્વદેશ પાછા ફર્યા છે. એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ન માત્ર તેઓ એશિયા કપથી પણ ટી20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયા છે. તેમની મેદાન પર વાપસીની તારીખની જાણ ત્યારે થશે. જ્યારે તેઓ સર્જરીથી ઠીક થયા બાદ એનસીએને રિપોર્ટ કરશે.
આ પણ વાંચો :-