દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ બજારમાં, આ તારીખે વેચાણ શરૂ, ફીચર્સ જાણીને કહેશો, ‘છોડાવવી પડશે’

Share this story

The country’s cheapest electric car has arrived in

  • Tigor EVને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVને પણ સુરક્ષિત થવાની સંભાવના છે. કિંમતની વાત કરીએ તો ટાટા ટિયાગો ઈવીની કિંમત 10 લાખ રૂપિયા, એક્સ-શોરૂમની નજીક મુકી શકાય છેે.

ટાટા મોટર્સે (Tata Motors) હાલમાં જાહેરાત કરી છે કે ભારતીય માર્કેટ માટે કંપનીની આગામી ઈલેક્ટ્રીક રજૂઆત Tiago EV હશે. હવે ડોમેસ્ટિક વાહન (Domestic vehicle) નિર્માતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ઓલ-ન્યુ ટાટા ટિયાગો ઈવી 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ભારતમાં પોતાની વૈશ્વિક શરૂઆત કરશે.

લોન્ચ થયા બાદ આ દેશમાં વેચાતી સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હોઇ શકે છે. ખરેખર ટાટા ટિયાગો કંપનીની એન્ટ્રી લેવલ ICE હેચબેક છે અને આવુ તેનુ ઈલેક્ટ્રીક વર્ઝન હોઇ શકે છે.

કંપનીએ કારના સ્પેસિફિકેશન્સનો ખુલાસો કર્યો નથી :

Tata Tiago EV ભારતની પહેલી ઈલેક્ટ્રીક હેચબેક હશે અને કંપનીના પોર્ટફોલિયોમાં Tiago EVથી નીચે હશે. જો કે, ટાટા મોટર્સે અત્યાર સુધી Tiago EV અંગે સ્પેસિફિકેશન્સ અને અન્ય વિવરણોનો ખુલાસો કર્યો નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટિયાગો ઈવી કંપનીની ઈલેક્ટ્રીક સેડાન Tiago EVની સાથે અંડરપિનિંગ અને મિકેનિકલ્સ શેર કરી શકે છે. Tiago EVને ગયા વર્ષે ભારતમાં PV સેગમેન્ટ માટે લોન્ચ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રીક કારના આ છે સ્પેસિફિકેશન્સ : 

જો સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Tiago EVમાં ટાટાની એડવાન્સ Ziptron ટેેકનોલોજી છે, જે કાયમી મેગ્નેટ સિંક્રોનસ ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરે છે. આ પાવરટ્રેન 74 બીએચપી, 170 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.

કંપની દાવો કરે છે કે આ 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ ઉપરાંત તેમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે, જે પ્રતિ ચાર્જ 302 કિમીની ARAI પ્રમાણિત રેન્જ આપે છે.

ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા :

આગામી નવી ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા છે. આ સાથે મોટર, મોટરનો પાવર અને ટોર્ક, બેટરી પેક તથા રેન્જ પણ Tigor EVના જેવી હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે Tigo EVને  ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVની પણ ઘણી સુરક્ષિત થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-