TATA will also have a big role in making
- ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે. બંને કંપનીઓ મળીને જોઇન્ટ વેન્ચર સ્થાપિત કરી શકે છે, જ્યાં Apple iPhone એસેમ્બલ કરવામાં આવશે. આ જાણકારી બ્લૂબર્ગે (Blauber) શુક્રવારે આપી છે.
શું છે પ્લાન ?
મામલા સાથે જોડાયેલ એક વ્યક્તિએ જણાવ્યું કે આ વેન્ચર ટાટા ગ્રુપની ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમા નવી કોશિશ હશે. ભારતમા Apple iPhoneની એસેમ્બલિંગ વર્ષ 2017મા શરૂ થઈ હતી. ભારતમા Foxconn અને Wistron બંને આઇફોન એસેમ્બલ કરે છે.
રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian
એપલ ચીન અને તાઇવાન બહાર હવે ભારતમા એસેમ્બલી યૂનિટ્સ તૈયાર કરી રહ્યું છે. જો કે ટાટા અને Wistron વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં એપલ સામેલ છે કે નહીં એ જાણકારી મળી નથી.
હાલમાં જ iPhone 14 લોન્ચ થયો :
આ પ્લાનને પૂરો કરવા માટે બે રસ્તા છે. ટાટા ગ્રુપ Wistronનાં ઈન્ડિયા ઓપરેશનમાં ઇક્વિટી ખરીદી શકે છે અથવા બંને કંપનીઓ મળીને એક નવો એસેમ્બલી પ્લાન્ટ શરૂ કરી શકે છે. ડીલ સાથે જોડાયેલ બધી જ ડિટેલ્સ હજુ ફાઇનલ નથી થઈ. આ મામલામાં એપલ, ટાટા ગ્રુપ અને Wistron કોઈએ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો :-