ગુજરાતમાં AAP મોટો દાવ રમવાની તૈયારીમાં, આ લોકપ્રિય નેતાને આપશે મોટી જવાબદારી

Share this story

As AAP prepares to make a big bet in Gujarat

  • ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે, જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય. તેથી આમ આદમી પાર્ટી એવા નેતાને લાવી રહી છે જે યુવાઓમા લોકપ્રિય છે.

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ગુજરાતના પંજાબની તર્જ પર ચૂંટણી જીતવા માંગે છે. તે માટે હવે તે ગુજરાતમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાની ગુજરાતમા નિમણૂંક થવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત જે નેતાને કારણે થઈ અને પંજાબમાં સહપ્રભારી રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને (Rajya Sabha MP Raghav Chadha) ગુજરાતમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે.

યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિય છે. આ પહેલા તેઓ દિલ્હી અને પંજાબમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે હવે આપ તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં AAP રમશે મોટો દાવ :

ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ ગણાય છે. રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાઓની વચ્ચે આમ આદમી પાર્ટી જોરશોરથી ઉતરવાની તૈયારી કરી રહી છે.

Gujarat Elections 2022: गुजरात में AAP खेलने जा रही बड़ा दांव, राघव चड्ढा को मिल सकती है अहम जिम्मेदारी

સૂત્રોનું કહેવુ છે કે, ગુજરાતને આમ આદમી પાર્ટીને સારો ફીડબેક મળી રહ્યો છે. ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય.

ગુજરાતમાં સક્રિય છે રાઘવ ચઢ્ઢા :

રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતમા એક્ટિવ છે અને ટ્વિટર પર તેઓ સક્રિય રહે છે. આ વચ્ચે તેઓ ગુજરાતની મુલાકાત પણ કરતા રહે છે અને ઈલેક્શને લઈને ગુજરાતના નેતાઓ સાથે બેઠકો પણ યોજે છે.

રાજેન્દ્ર ત્રિવેદી બાસ્કેટબોલ રમ્યા પણ ગોલ ન કરી શક્યા, જુઓ વિડીયો | Gujarat Guardian

તેઓ પંદર દિવસ પહેલા પણ ગુજરાત આવ્યા હતા અને બીજેપીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ પાર્ટીના નકલી ગુજરાત મોડલ અને કેજરીવાલના અસલી શાસનની વચ્ચે હશે.

ગુજરાત ભાજપ પર વાર :

આ પહેલા ગુજરાત આપના મહાસચિવ મનોજ સોરઠિયા પર સુરતમાં અંદાજે 10 લોકોના ગ્રૂપે હુમલો કર્યો હતો. ત્યારે રાઘવ ચઢ્ઢાએ બીજેપીને આડે હાથ લીધા હતા. તેઓ સતત ગુજરાતની રાજકીય સ્થિતિ પર નજર બનાવી રહ્યાં છે અને ગુજરાતને લઈને ટ્વીટ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-