Shake! Next month, WhatsApp will
- વોટ્સએપ યુઝર્સને ઝટકો લાગ્યો છે. કંપની ટૂંક સમયમાં ઘણી ડિવાઈસ પરથી પોતાનો સપોર્ટ હટાવવાની છે.
વોટ્સએપ (WhatsApp) સમય પ્રમાણે જૂની ડિવાઈસ માટે તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ માટે ખત્મ કરી શકાય છે. એટલે કે જૂની ડિવાઈસ (Old device) પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાય નહીં. વોટ્સએપ (WhatsApp) ઘણા જૂના આઈફોન પર કામ નહીં કરે.
આ iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરનારા આઈફોન પર 24 ઓક્ટોબર 2022થી કામ કરશે નહીં. એટલેકે એવા આઈફોન જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરતા નથી તો તેની પર વોટ્સએપ કામ નહીં કરે.
આઈફોનને લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ પર અપડેટ કરાવવાની જરૂર :
iPhone 5 અને iPhone 5cને લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન પર અપડેટ કરી શકાય નહીં. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ રિપોર્ટ કર્યો છે.
એવામાં જો તમારો જૂનો આઈફોન જૂની ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરે છે તો તમારે તેને લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ પર અપડેટ કરાવવાની જરૂર છે. જેના માટે તમારે મોબાઈલની સેટીંગમાં જઇને Generalના ઓપ્શનમાં જવુ પડશે. ત્યારબાદ સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરીને તમે લેટેસ્ટ iOS વર્ઝનને ઈન્સ્ટોલ કરી શકો છો.
Apple આ વર્ષે iOS 16 રિલીઝ કરશે :
નવા અપડેટથી સિક્યોરીટી બગ્સને ફિક્સ કરી શકાય છે. આ અપડેટ નવા ફીચર્સની સાથે પણ આવે છે. Apple આ વર્ષે iOS 16 રિલીઝ કરવાનુ છે. અત્યારે iOS 15.6 અપડેટ આઈફોન યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ, લગભગ 72 ટકા iPhones લેટેસ્ટ iOS પર કામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો :-