HomeAstrologyઆજનું રાશિફળ 16 સપ્ટેમ્બર : મેષ-કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે,...

આજનું રાશિફળ 16 સપ્ટેમ્બર : મેષ-કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, જાણો તમારું દૈનિક રાશિફળ

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

Today’s Horoscope 16 September :

મેષ
શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનો એ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુન
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજાર ના રોકાણોમાં લાભ, દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યા
કરેલા કાર્ય સફળતા થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક
માનસિક પરિતાપ ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છા શક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમાં વધારો.

મીન
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories