This is definitely called Gujarati !
- કહેવાય છે ને કે ગુજરાતીઓને બિઝનેસમાં કોઇ ના પહોંચી વળે. એમાંય પાછું નસીબ સાથ આપે તો-તો પછી વાત જ શું કરવું. કંઇક જ આવી ઘટના અમદાવાદમાં ઘટી છે.
અમદાવાદના (Ahmedabad) બાપુનગરમાં રહેનાર રમેશભાઈ સગર નામની વ્યક્તિના ખાતામાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. જોકે આ વેપારીએ પોતાની બુદ્ધિનો જોરદાર ઉપયોગ કરી શેરબજારમાં (Stock market) માત્ર અડધો કલાક રોકાણ કરીને આ વ્યક્તિ લખપતિ બની ગઇ.
ભૂલથી ખાતામાં આવેલા રૂપિયાથી વ્યક્તિએ કલાકમાં જ 5 લાખનો પ્રોફિટ મેળવી લીધો :
તમને જણાવી દઇએ કે, તારીખ 26 જુલાઈના રોજ સવારના 11:30 કલાકે રમેશભાઇ સગર નામની વ્યક્તિના એકાઉન્ટમાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. પોતાના કોટક સિક્યુરિટી ડિમેટ એકાઉન્ટમાં આ રૂપિયા જમા થઇ ગયા હતા. ત્યારે આ વ્યક્તિના મનમાં એમ વિચાર આવ્યો કે મારા એકાઉન્ટમાં તો આ રૂપિયા થોડા ટાઈમ માટે જ આવ્યા છે.
તો બેંક આ રૂપિયા પરત લઈ લેશે. આથી તેને માત્ર અડધો કલાક માટે જ 11677 કરોડમાંથી 2 કરોડ જેટલી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં રૂ. 2 કરોડનું રોકાણ કર્યુ હતું. જેમાંથી 5.43 લાખ જેટલો પ્રોફિટ તેને 1 કલાકની અંદર મેળવી લીધો. કારણ કે તેને ખબર જ હતી કે પૈસા બેંકના છે તો બેંક પરત લઇ જ લેશે.
આ અંગે રમેશભાઈ સગરનું કહેવું છે કે, મે ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. એ વખતે રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્યા ત્યારે મે નુકસાનીનો વિચાર કર્યો હતો.
આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian
પરંતુ શેરમાર્કેટનું નોલેજ હતું એટલે વધુ પડતી બીક ના લાગી. મને આઇડિયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે. મે સપને પણ વિચાર્યું નહોતું કે એકાએક મને 5.43 લાખ રૂપિયાનો પ્રોફિટ મળશે. બાદમાં નફો થતા મને સારું લાગ્યું. આ ઘટના હવે તો ઘણી જાહેર થઈ ગઈ છે.
કેવી રીતે આ ભાઇએ શેર માર્કેટમાં એન્ટ્રી મારી ?
રમેશભાઇનું કહેવું છે કે, ‘મારો એક જૂનો મિત્ર હતો કે જે શેરમાર્કેટનું કરતો હતો. તેણે મને કહ્યું હતું કે શેર માર્કેટમાં થોડું ઇન્વેસ્ટ કર તો સારું રહેશે. ત્યારથી હું 4-5 વર્ષથી થોડું-થોડું શેર માર્કેટનું કામકાજ કરું છું. જોકે એ મિત્રને હજુ સુધી જાણ થઈ છે કે નહીં એ મને નથી ખબર. કારણ કે એ હાલ બહારગામ છે અને કોઈ કોન્ટેક્ટમાં પણ નથી.
મિત્રોના પણ ફોન આવવા લાગ્યા કે પાર્ટી જોઇએ : રમેશભાઇ
મારી આ ઘટના અંગે જ્યારે આસપાસના મિત્રોને જાણ થઈ કે તુરંત પાર્ટી માંગવા માટે બધાના મને ફોન આવવા લાગ્યા કે ‘ભાઈ, પાર્ટી જોઈશે.’
રમેશભાઇ એમ્બ્રોઇડરીની દુકાન ચલાવે છે :
તમને જણાવી દઇએ કે રમેશભાઈ બાપુનગરમાં રહે છે અને તેઓની પોતાની એમ્બ્રોઇડરીની દુકાન પણ ઘરની નજીક જ આવેલી છે. તેમની દુકાન બિલકુલ સામાન્ય છે. તેમને મહિને લગભગ 50 હજારેક રૂપિયા જેવું તેમાંથી મળી રહે છે, પરંતુ એ આવક માત્ર 2-3 મહિના જ હોય છે, પછી પાછું તેઓએ બેસી રહેવાનો વારો આવે છે. એટલે વધારાની આવક માટે સાઈડમાં તેઓ શેરબજારનું કરે છે.
આ પણ વાંચો :-