17 વર્ષ બાદ પાકિસ્તાન આવેલી ઇંગ્લેન્ડની ટીમે દાખવી દરિયાદિલી, પૂર પીડિતો માટે કરી મદદની જાહેરાત

Share this story

After 17 years, the England team came to

  • ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જોસ બટલરને આશા છે કે પાકિસ્તાન સાથેની 7 મેચની T20 શ્રેણી દેશમાં વિનાશક પૂરથી પ્રભાવિત લાખો લોકોનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના (England Cricket Team) કેપ્ટન જોસ બટલરને (Jos Buttler) આશા છે કે પાકિસ્તાન સાથેની 7 મેચની T20 શ્રેણી દેશમાં વિનાશક પૂરથી પ્રભાવિત લાખો લોકોનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થશે. ઈંગ્લેન્ડની ટીમ ગુરુવારે 17 વર્ષ બાદ પાકિસ્તાનના (Pakistan) પ્રવાસે આવી હતી. ટીમ આવતા સપ્તાહથી સાત T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમીને આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારી કરશે.

બટલરે કહ્યું, “આ મુશ્કેલ સમય છે કે પાકિસ્તાનના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. એક ટીમ તરીકે, અમે અમુક રકમ દાન કરી રહ્યા છીએ. બોર્ડ (ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ) પણ એટલી જ રકમ આપશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે. આશા છે કે અમે રોમાંચક ક્રિકેટ રમીને લોકોનો ઉત્સાહ વધારી શકીશું.”

બટલર સહિત ઈંગ્લેન્ડના મોટાભાગના ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કરી રહ્યા છે. ટીમમાં પરત ફરેલા એલેક્સ હેલ્સ, મોઈન અલી અને લિયામ ડોસન પાકિસ્તાન સુપર લીગમાં પણ સામેલ થયા છે.

બેન સ્ટોક્સ, ક્રિસ જોર્ડન અને લિયમ લિવિંગસ્ટોને આ પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. પરંતુ તેઓ ઈંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. ઈંગ્લેન્ડની ટીમ 20 થી 25 સપ્ટેમ્બર દરમિયાન કરાચીમાં ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. બાકીની ત્રણ મેચ લાહોરમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમાશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ છેલ્લે વર્ષ 2005માં ઈંગ્લેન્ડની મુલાકાતે આવ્યું હતું. આ પ્રવાસમાં ટીમે ત્રણ ટેસ્ટ અને પાંચ વન-ડેની શ્રેણી રમી હતી, જેમાં તેને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ઈંગ્લેન્ડને ટેસ્ટમાં 2-0થી અને વનડેમાં 3-2થી હરાવ્યું હતું.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

જો કે, આ 17 વર્ષોમાં બંને ટીમો લગભગ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ ટી20માં તેના શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ વખતે મુલાકાતી ટીમને હરાવવાનું એટલું સરળ નથી.

આ સિવાય એશિયા કપની ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની ટીમનું મનોબળ ઘટી ગયું છે. આ સિવાય ટીમના કેટલાક ખેલાડીઓ ખરાબ ફોર્મ અને ઈજાથી પણ ઝઝૂમી રહ્યા છે જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ પણ વાંચો :-