22 સપ્ટેમ્બરે ST બસથી મુસાફરી કરવાના હોવ તો પહેલા જાણી લેજો આ સમાચાર, નિગમે લીધો છે મોટો નિર્ણય

Share this story

If you want to travel by ST bus on September

  • ચૂંટણી પૂર્વે ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. એટલે કે આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકો બાદ હવે ST નિગમના કર્મચારીઓ આંદોલનના મૂડમાં.

ગુજરાતમાં આરોગ્યકર્મીઓ (Health workers), ખેડૂતો અને પૂર્વ સૈનિકોના આંદોલનના કારણે હાલ સમગ્ર રાજ્યનું વાતાવરણ ડહોળાયું છે. હાલમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે વિધાનસભા ગેટ નંબર 1 નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકાર (State Govt) સામે વઘુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.

રાજ્યની તમામ ST બસોના પૈડા 22 સપ્ટેમ્બરની મધરાતથી થંભી શકે :

રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ રાજ્યના ST નિગમને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે ટૂંક સમયમાં ST નિગમના કર્મચારીઓ પણ રાજ્ય સરકાર વિરૂદ્ધ આંદોલન કરી શકે છે. આથી ST નિગમના કર્મચારીઓ જો આંદોલનના માર્ગ પર ઉતરશે તો રાજ્યની તમામ ST બસોના પૈડા 22 સપ્ટેમ્બરની મધરાતથી થંભી જશે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ST નિગમના ત્રણેય યુનિયનની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવાયો :

ખેડૂતો, આરોગ્યકર્મીઓ અને પૂર્વ સૈનિકો બાદ હવે રાજ્યના ST નિગમના હજારો કર્મચારીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે ST નિગમના ત્રણેય યુનિયનની બેઠક પણ મળી ચૂકી છે. ત્રણેય યુનિયનની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થા સહિતના 20 મુદાને લઈને રજૂઆત કરાઈ હતી.

તમને જણાવી દઇએ કે મળતી માહિતી મુજબ ST નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી જ માસ સીએલ પર ઉતરી જશે. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો કોઇ નિકાલ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ માસ સીએલ પર રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

જાણો શું છે ST નિગમના કર્મચારીઓની માંગ ?

1. રાજ્યના તમામ કર્મચારીઓ ની જેમ ST ના કર્મચારીઓને 34 ટકા DA આપવાની માંગ
2. વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી નથી મળ્યું બોનસ તે તાત્કાલિક આપવા માંગ
3. ડ્રાઇવર અને કાંડક્ટરને 1900 ગ્રેડ પે આપવા માંગ
4. ફિક્સ પે ના કર્મચારીઓને 16,500 ની બદલે બીજા 19950 આપવા માંગ
5. છેલ્લા 25 વર્ષમાં ભાડા ભથ્થામાં નથી થયો વધારો, તાત્કાલિક વધારો કરવા માંગ
6. 2011 પહેલા ચાલુ નોકરીએ મરણ પામેલ કર્મચારીના વારસદારોને નોકરીની માંગ
7. રજાના પગારનું રોકડમાં ચુકવણી
8. નિવૃત કર્મચારીઓને રજા ના પગાર નું ચુકવણું કરવું
9. નિગમના મહિલા કર્મચારીઓને રેસ્ટ રૂમની અલગ વ્યવસ્થા કરવા માંગ
10. કામદાર વિરોધી 20/77 નો પરિપત્ર રદ્દ કરવા માંગ

આ પણ વાંચો :-