ઠગ સુકેશને મળવા તિહાડ જેલ ગઈ હતી ચાર હિરોઈન, નોરા-જેક્લીનની સાથે આ લોકો પણ પોલીસ રડારમાં

Share this story

Four heroines went to Tihar Jail to

  • સુકેશ ચંદ્રશેખરને ચાર અભિનેત્રીઓ તિહાડ જેલમાં મળી હતી, જેના માટે તેમને પૈસા પણ આપવામાં આવ્યા હતા.

લાંબા સમયથી સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) સાથે કનેક્શનને કારણે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandes) અને નોરા ફાટેલી ચર્ચાઓમા છે. દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક ગુના શાખા જેક્લીન સાથે મામલાને લઈને પૂછપરછ પણ કરી ચૂકી છે.

આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે ટીમ એ ચાર એક્ટ્રેસ સાથે પણ પૂછપરછ કરી શકે છે, જેમણે તિહાડ જેલમાં સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. આ ચાર એક્ટ્રેસના નામ નીકીતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષ પાટિલ છે.

અલગ અલગ નામો સાથે કરાવી હતી ઓળખાણ  :

રિપોર્ટ્સ અનુસાર સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ નીકીતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલને અલગ અલગ નામોથી સુકેશ સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત બાદ એક્ટ્રેસને મોંઘી મોંઘી ગિફ્ટ્સ અને પૈસા પણ મળ્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

આ મુલાકાત તિહાડ જેલમાં થઈ હતી. અરુષાએ મુલાકાતની વાતને કબૂલ  પણ  કરી હતી પણ તેણે કહ્યું હતું કે આ મુલાકાત તિહાડમાં નહોતી થઈ.

તિહાડમાં સુકેશને મળી હતી નીકીતા :

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીકીતા તંબોલી એક નહીં પણ બે વાર સુકેશને તિહાડ જેલમાં કાર્યાલયમાં મળી હતી. રિપોર્ટમાં ઇડીની ચાર્જશીટનો દાવો કરતાં જણાવવામાં આવ્યું છે કે 2018માં તિહાડ જેલનાં ગેટ નંબર 3થી અંદર જઈને સુકેશ સાથે નીકીતાની મુલાકાત થઈ હતી.

તંબોલીએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે પિંકીના કહેવા પર તેણે મુલાકાત કરી હતી અને પિંકીએ કહ્યું  હતું કે કોઈ ગરબડને કારણે તે જેલમાં છે અને ઓગસ્ટ 2018 સુધીમાં તેને જામીન મળી જશે. તંબોલીએ એમ પણ જણાવ્યું કે તે સમયે ગાડીની તપાસ કરવામાં આવી ન હતી અને કોઈ આઈડી પણ માંગવામાં આવ્યું ન હતું.

ચાહત સાતે શેખર બનીને મળ્યો હતો સુકેશ :

રિપોર્ટ અનુસાર ચાહત ખન્નાએ ઇડીને જણાવ્યું કે પિંકીએ સુકેશને સાઉથ ઇન્ડિયન ચેનલ્સનો માલિક શેખર રેડ્ડીના નામથી મળાવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2018માં શેખર રેડ્ડી સાથે મુલાકાતના બદલે એક્ટ્રેસને 2 લાખ રૂપિયા કેશ, મોંઘી ઘડિયાળ પણ મળી હતી.

આ પણ વાંચો :-