If you don’t do this, friendship will never
- દર વર્ષે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ માટે ખૂબ ખાસ હોય છે. દરેકના જીવનમાં ખાસ મિત્ર હોય છે, જે દરેક વખતે સાથ નિભાવે છે અને મિત્રતાની ડોરને મજબૂત બનાવે છે.
આમ તો મિત્રનો દરરોજનો સાથ ખૂબ ખાસ હોય છે. પરંતુ દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે આ દિવસ વધુ સ્પેશિયલ થઇ જાય છે. આ દિવસે તમે તમારા મિત્ર સાથે અમુક પ્રોમિસ (some promise) કરી શકો છો. જેના માટે તમે કઈક સ્પેશિયલ પ્લાન કરી શકો છો.
સારા મિત્રની સાથે ક્યાક ફરવા જઇ શકો છો. અમે તમને જણાવી રહ્યાં છે, અમુક એવી વાત જેનો ઉપયોગ મિત્રતામાં અજાણતા પણ ના કરતા અને મિત્રતાના સંબંધને વધુ મજબૂત બનાવો.
ખોટુ ના બોલશો, કારણકે મિત્ર છે જરૂરી :
જો તમે તમારી મિત્રતાને વર્ષોવર્ષ જાળવવા માગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ખોટુ ક્યારેય ના બોલશો. કારણકે મિત્રતાની પહેલી શરત હોય છે કે કશુ પણ સિક્રેટ ના રાખશો. મિત્રતાને એન્જોય કરતા જાઓ. પરંતુ જો તમે ભૂલથી પણ ખોટુ બોલ્યા તો આ તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ કરી શકે છે.
પૈસાને વધુ મહત્વ ના આપશો :
ક્યારેય પણ પોતાની મિત્રતા વચ્ચે પૈસાને ના લાવશો. કારણકે અવાર-નવાર આપણે જોઇએ છીએ કે પૈસાના કારણે મિત્રતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ પૂરી થઇ જાય છે અને તમે એક સારો મિત્ર ગુમાવી દો છો.
ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું બિહેવિયર તમારા મિત્રને ખરાબ ફીલ કરાવી શકે છે. તેથી પૈસાને મિત્રતાની વચ્ચે આવવા ના દેશો આ સંબંધને વધુ સ્પેશિયલ બનાવો.
આ પણ વાંચો :-