ઉત્તર પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે બિહાર લઈ જવામાં આવતા ૯૫ બાળકોને બચાવ્યા

Share this story

ઉત્તર પ્રદેશના બાળ આયોગે શુક્રવારે ૯૫ બાળકોને બચાવી લીધા છે. જેમને કથિત રીતે બિહારથી ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદ મદરેસામાં લઈ જવામાં આવી રહ્યાં હતાં. આ ઘટના બાળ તસ્કરી સંબંધિત મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીએ કહ્યું કે શુક્રવારે સવારે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદી પાસેથી માહિતી મળ્યા બાદ CWC સભ્યોએ બાળકોને બચાવ્યા.

અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૯ વાગ્યે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદીએ ફોન કર્યો અને કહ્યું કે બિહારથી સગીર બાળકોને ગેરકાયદેસર રીતે સહારનપુર લઈ જવામાં આવી રહ્યા છે. તેઓ ગોરખપુરમાં છે અને ત્યાંથી થઈને અયોધ્યા જશે. અમે બાળકોને બચાવ્યા અને તેમને ખોરાક અને તબીબી સારવાર આપી. બચાવી લેવામાં આવેલા બાળકોની ઉંમર ૪ થી ૧૨ વર્ષની વચ્ચે હતી.

નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ X પર એક પોસ્ટમાં બાળકોને બચાવવાના સમાચાર શૅર કર્યા હતા. તેમના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, બિહારથી અન્ય રાજ્યોમાં મદરેસામાં મોકલવામાં આવતાં માસૂમ બાળકોને NCPCRની સૂચનાને આધારે ઉત્તર પ્રદેશ રાજ્ય ચિલ્ડ્રન કમિશનની મદદથી ગોરખપુરમાં બચાવી લેવામાં આવ્યાં છે. ભારતના બંધારણે દરેક બાળકને શાળાએ જવું ફરજિયાત છે, આવી સ્થિતિમાં ગરીબ બાળકોને ધર્મના આધારે પૈસા કમાવવા માટે અન્ય રાજ્યોમાં લઈ જવા અને મદરેસાઓમાં રાખવા બંધારણનું ઉલ્લંઘન છે.

CWC પ્રમુખે કહ્યું, જે લોકો બાળકોને લઈને આવ્યા હતા તેમની પાસે માતા-પિતાનો કોઈ સંમતિ પત્ર નહોતો. બાળકો ને લઈ જવામાં આવતા મોટાભાગના બાળકોએ કહ્યું કે તેઓને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેની તેમને ખબર નથી. વાલીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓ આવતાની સાથે જ બાળકોને સોંપવામાં આવશે જેમાં કુલ ૯૫ બાળકો હતા. અગાઉ બિહારમાંથી બાળકોને અલગ-અલગ રાજ્યોની મદરેસામાં મોકલવામાં આવતા હતા. ગોરખપુરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ આયોગે પણ તેને બચાવ્યો હતો.

આ પણ વાંચો :-