રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવનારના દિકરાએ સિદ્ધ કરી બતાવ્યો

Share this story

ગુજરાત બોર્ડે ધોરણ-૧૨નું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું ૯૨.૮૦ ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું ૫૧.૩૬ ટકા પરિણામ જાહેર થયું છે.

સુજલ દેવાણીએ જણાવ્યું છેકે, તે ૬ કલાક સ્કૂલમાં ગાળતો હતો અને ઘરે ત્રણ કલાક વાંચન કરતો હતો. તેના પિતા મનીષ દેવાણી રાજકોટ બસ સ્ટેશન પાસે સાજે ખાણી-પીણીની લારી ચલાવે છે. પોતે પિતાને મદદ પણ કરે છે. તેને અભ્યાસ માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસની જરૂર પડી નથી. તેની ઈચ્છા યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઇએએસ અધિકારી બનવાની છે અને તેના માટે તેણે અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસિસ મારફતે તૈયારી શરૂ કરી દીધી છે.

સુજલના પિતા રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ ખાણીપીણીની રેંકડી લઈને ઊભા રહે છે. આજે પુત્રએ ૯૦ ટકા મેળવતા આખા દેવાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુજલના પિતા મનીષભાઈનું કહેવું છે કે,’અમારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી. પરંતુ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે, તે માટે અમે ખૂબ મહેનત કરી છે. તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ. સુજલની સફળતા પાછળ તેની મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે.’

રાજકોટમાંથી ૮૦૧૩ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૭,૯૯૮ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૭,૩૬૩ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. ૯૬ વિદ્યાર્થીઓ A૧ ગ્રેડ, ૧૦૬૩ વિદ્યાર્થીઓ A૨ ગ્રેડ, ૧૯૯૧ વિદ્યાર્થીઓ B૧ ગ્રેડ, ૧૮૯૯ વિદ્યાર્થીઓ B૧ ગ્રેડ, ૧૩૬૦ વિદ્યાર્થીઓ C૧ ગ્રેડ, ૮૩૧ વિદ્યાર્થીઓ C૨ ગ્રેડ,૧૨૨ વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે પાસ થયા છે. માર્ચ ૨૦૨૩માં લેવાયેલ પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની ટકાવારી ૬૫.૫૮% હતી, જે આ વર્ષે ૨૦૨૪માં ૮૨.૪૫% થઈ છે .

આ પણ વાંચો :-