ગુજરાતમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ધરપકડ

Share this story

પંચમહાલમાં NEET પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. કલેકટરએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં સારા માકર્સ માટે કૌભાંડ કર્યું હતું.આ મામલે ત્રણ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખની રોકડ મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વિદ્યાર્થી દીઠ ૧૦ લાખ નકકી થયા હતા.

જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. ૭ લાખ રોકડા મળી આવ્યા હતાં. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી પરશુરામ રોયની વડોદરાની SOG પોલીસે ધરપકડ કરી છે. NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

એવામાં અગાઉ દેશભરમાંથી પણ NEET ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની વાત સામે આવી હતી. પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રતિક્રિયા આપી અને વાતને નકારતા જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં NEET પરીક્ષા કેન્દ્રમાં રવિવારે ખોટા પ્રશ્નપત્રો વિતરિત થવાને કારણે કેટલાક ઉમેદવારો પ્રશ્નપત્ર લઈને બહાર નીકળી ગયા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા નથી અને પેપર લીકની વાતોને સંપૂર્ણપણે નકારી દીધી છે. NTA ના વરિષ્ઠ નિર્દેશક સાધના પરાશરે જણાવ્યું હતું કે કેન્દ્રમાં 120 અસરગ્રસ્ત ઉમેદવારો માટે પરીક્ષા પછીથી ફરીથી હાથ ધરવામાં આવી હતી. NTA સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ઉમેદવારોને તેમની પસંદગીની ભાષા સિવાય અન્ય ભાષાઓમાં પ્રશ્નપત્રો વહેંચવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા નથી અને પેપર લીકની વાતોને સંપૂર્ણપણે નકારી દીધી છે.

આ પણ વાંચો :-