દાહોદમાં વીડિયો વાઇરલ બાદચૂંટણી પંચનો આદેશ, આ તારીખ થશે ફરીથી મતદાન

Share this story

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. જે ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.

લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાની મતદાન અંતર્ગત દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા પરથમપુરા મતદાન બુથ કેપ્ચરિંગ થયાનો મામલો સામે આવ્યો હતો. તંત્રના ધ્યાને આવતા આ બુથનું મતદાન રદ્દ કરીને ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. જેથી ૧૧ મે ના રોજ સંતરામપુર ૨૨૦ નંબરના પ્રથમપુર ગામે ફરી રી-પોલ થશે.

દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામમાં બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી. જેને લાખો લોકોએ જોઈ હતી.

આ પણ વાંચો :-