અમેરિકામાં કાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત

Share this story

અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં ૩ ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

કોરોનર માઇક એલિસે કહ્યું, અકસ્માતમાં ઘણાં ઓછાં એવાં વાહનો જોવા મળ્યાં હશે, જે આટલી સ્પીડથી રસ્તાઓ ઓળંગે છે કે ૪-૬ લેનના ટ્રાફિકને પાર કરી જાય છે અને લગભગ ૨૦ ફૂટ સુધી ઊછળીને ઝાડ સાથે અથડાય છે. સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યૂ અને ગ્રીનવિલે કાઉન્ટી ઇએમએસ સહિત ઇમર્જન્સી રિસ્પોન્સ ક્રૂ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. અકસ્માતમાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ ઘાયલ થઇ હોવાનું અનુમાન છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ તેની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. વાહનના ડિટેક્શન સિસ્ટમે થોડા પરિવારના સભ્યોને દુર્ઘટના અંગે સાવધાન કર્યા, જેમણે ત્યાર બાદ દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.

મૃતક મહિલાઓના નામ

  • રેખાબેન દિલીપભાઈ પટેલ
  • સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
  • મનીષા બેન રાજેન્દ્રભાઈ પટેલ

વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-