ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવતીકાલે પરિણામ જાહેર થશે

Share this story

ધોરણ ૧૨ અને ગુજકેટ ૨૦૨૪ના પરિણામ ૯ મે, ૨૦૨૪ ગુરવારના રોજ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી છે. જેમા ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સ પ્રવાહના પરિણામ જાહેર થવાની વિગત આપી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઇ શકશે. જો કે માર્કશીટ માટે રાહ જોવી પડશે.

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-૨૦૨૪ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check HSC Results )

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.વડોદરા : ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રીઝલ્ટ સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાશે – Gujaratmitra Daily Newspaper
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result ૨૦૨૪ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result ૨૦૨૪ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચે યોજવામાં આવી હતી. જે ૨૬ માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ ૬,૩૦,૩૫૨ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧,૩૨,૦૭૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૯૮,૨૭૯ વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આ પણ વાંચો :-