ફરી ડાયરાની રમઝટ વચ્ચે “કમા”ની રોયલ એન્ટ્રી થતા જનમેદની ઉમટી, થયો લાખો રૂપિયાનો વરસાદ

Share this story

Amidst the razzle-dazzle of Dior again, the

  • રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી.

આજકાલ ગુજરાતમાં કમાની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યમાં ક્યાંય પણ લોક ડાયરો (Folk Dior) હોય તેના સ્ટેજ પર ગુજરાતના લોક લાડીલા કલાકારો (Folklore artists) કમાને લઈને નામના મેળવી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા એક લોક ડાયરો યોજાયો હતો. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી (Rajbha Gadhavi) સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી. ડાયરાની રમઝટ વચ્ચે “કમા“ની એન્ટ્રી થતા મોટી સંખ્યામાં જનનેદની ઉમટી પડી હતી. આ ડાયરામાં ચલણી નોટનો વરસાદ પણ થયો હતો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ભાજપ નેતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા ડાયરાનું આયોજન કરાયુ હતું. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર ‘કમા’એ હાજરી આપીને ડાન્સ કર્યો હતો.

રાજુલામાં આયોજિત રાજભા ગઢવીના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નારણ કાછડિયા, હીરા સોલંકી, કૌશિક વેકરિયા સહિતના ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. ભાજપના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-