Now think before insulting gods and goddesses
- હિંદુ ધર્મના ભગવાનને લઇને કરેલી વિવાદિત ટિપ્પણી મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સંતો વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) કેટલાક સંતોના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ (Lord Shiva and Krishna) વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માંગ :
અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથચરણ દાસજી સ્વામી, આનંદસાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિંદુ સમાજના લોકોની લાગણી દુભાઈ છે.
એક બાદ એક સંતોના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે :
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ‘હનુમાનજી ભગવાન નથી’ એ પ્રકારનું અક્ષરમુની સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો.
તાજેતરમાં જ કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો :
આ સિવાય સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા.
તદુપરાંત અન્ય એક વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
આ પણ વાંચો :-