ગુજરાતનાં મુખ્યમંત્રીથી દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા બનવા સુધી, આ કારણે બની ગયા બ્રાન્ડ PM મોદી

Share this story

From being the Chief Minister of Gujarat to

  • આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જાણો કઈ કઈ ખાસિયતોને કારણે પીએમ નરેન્દ્ર મોદી બ્રાંડ મોદી બની ગયા છે.

PM મોદી એક એવા નેતા છે જે સતત 21 વર્ષ સત્તામાં રહ્યા છે. પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને હવે 8 વર્ષથી પ્રધાનમંત્રીનાં પદ પર છે. આ પાછળ તેમના 24×7 કામ કરવાની રણનીતિ જવાબદાર (Strategy responsible) છે. કહેવામાં આવે છે કે તેઓ આમ ગત 21 વર્ષથી કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે એક પણ રજા લીધી નથી.

PM મોદીએ આ ખાસ પ્રકારની રાજનીતિ સંસ્કૃતિને વિકસિત કરી અને છે અને પાર્ટીને ‘સેવા હી સંગઠન‘નું મુલ્ય આપીને આગળ લઇ જવાની કોશિશ કરી છે.

1. ચૂંટણીની રણનીતિ બદલવા અને વિજય હાંસલ કરવાનું શીખવ્યું :

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપાએ દેશના એ રાજ્યોમાં પણ સરકાર બનાવી જ્યાં ઘણા વર્ષોથી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહી હતી. આ પાછળ PM મોદીની ચુંટણીને લગતી રણનીતિ હતી. વગર રજાએ સતત પોતાના કામ કરવાના ખાસ અંદાજે પીએમ મોદીને જે બ્રાંડ ઈમેજ આપી છે, એ કારણે આજે દેશમાં મોદી લહેર જોવા મળે છે.

2. થોભતી નથી ચુંટણીની તૈયારીઓ  :

પીએમ મોદીએ પાર્ટીમાં આ ચલણ શરુ કર્યું કે ચુંટણી કોઈપણ હોય, પરિણામ આવ્યા બાદ તૈયારી અટકવી ન જોઈએ. સામાન્ય રીતે રાજનીતિક દળો રાજ્યમાં ચુંટણીનાં એક વર્ષ પહેલા જ તૈયારીઓ શરુ કરે છે, પણ પીએમ મોદીએ આ ટ્રેન્ડ પણ બદલ્યો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ચુંટણીની તૈયારીઓને પાર્ટીનાં કામનો મુખ્ય ભાગ બનાવ્યો. પરિણામ, ભાજપાની ચુંટણીની તૈયારીઓ વિપક્ષી દળો માટે પડકારો વધારી રહી છે.

3. દરેક આયોજનને ભવ્ય બનાવવાની અને મોટા સંદેશ આપવાની શરૂઆત  :

પીએમ મોદી દરેક આયોજનને ભવ્ય બનાવવા અને તેના માધ્યમથી રાજનીતિક સંદેશ આપવાની કોશિશ કરે છે. આની શરૂઆત 2014માં તેમણે એક ઇવેન્ટથી કરી હતી અને ખુદને પ્રધાનસેવક જણાવ્યા હતા.

ભાજપાએ પ્રધાનમંત્રીનાં દરેક જન્મદિવસને સેવા દિવસનાં રૂપમાં મનાવવાની શરૂઆત કરી છે. આ દરમિયાન હેલ્થ ચેક અપ, દીવ્યાંગોને ઉપકરણ વહેંચવા અને વેક્સિનેશન જેવા તમામ કામ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-