હાલમાં જ લોન્ચ થયેલી iPhone 14 સિરીઝની બેટરી ક્ષમતાનો થયો ખુલાસો, જાણો કેટલી છે બેટરી ક્ષમતા

Share this story

The battery capacity of the recently launched iPhone 14

  •  સપ્ટેમ્બરે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ કરવામાં આવ્યા હતા. આઇફોન-14 સિરીઝના ફોન પણ લોકોને મળી ચૂક્યા છે.

ભારત, UAE, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA અને અન્ય 30 દેશના લોકો iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max પ્રીઓર્ડર કર્યા હતા.

9 સપ્ટેમ્બરથી પ્રીઓર્ડર શરૂ થયા બાદ, iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Maxના ઓર્ડર 16 સપ્ટેમ્બરથી ગ્રાહકો સુધી આ ફોન પહોંચી પણ ગયા છે. જોકે iPhone 14 Plusની ડિલિવરી 7 ઓક્ટોબરથી શરૂ થશે.

ચાઈનીઝ રેગ્યુલેટરને ટાંકીને એક MacRumors રિપોર્ટમાંથી ખબર પડી હતી કે iPhone 14માં 3,279mAh બેટરી છે, iPhone 14 Plusમાં 4,325mAh બેટરી છે, iPhone 14 Proમાં 3,200mAh બેટરી છે અને iPhone 14 Pro Maxમાં 4,32mAh બેટરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દરેક મોડલની બેટરીની કેપેસિટીનો ખુલાસો નથી કરતું. થર્ડ-પાર્ટી ટિયરડાઉન સામાન્ય રીતે iPhone મોડલની બેટરી ક્ષમતા વિશેની જાણકારી આપે Appleનો દાવો છે કે iPhone 14 સિરીઝ ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા iPhone મોડલ્સ કરતાં વધુ રન ટાઈમ આપશે. જ્યારે Appleનું કહેવું છે કે iPhone 14 Plusમાં અત્યારસુધીની શ્રેષ્ઠ iPhone બેટરી છે.

રિપોર્ટમાં કથિત બેટરી કેપેસિટીની સરખામણી જૂની iPhone સિરીઝ સાથે કરવામાં આવી છે. iPhone 13 મિનીમાં 2,406mAh બેટરી છે, iPhone 13 કથિત રીતે 3,227mAhની બેટરી છે.

iPhone 13 Pro 3,095mAh બેટરી છે અને iPhone 13 Pro Max 4,352mAh બેટરી છે. iPhone 14 Pro Max સિવાય, iPhone 14 સિરીઝનાં તમામ મોડલ્સમાં સારી બેટરી છે.

આ પણ વાંચો :-