હવે વોટ નહીં આપનાર વ્યક્તિના ખાતામાંથી કપાશે 350 રૂપિયા, જાણો શું છે વાસ્તવિકતા ?

Share this story

Now 350 rupees will be deducted from the account of the person who does not vote, know

  • સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

નવાઈની વાત એ છે કે લોકો કોઈપણ સનસનાટીભરી માહિતીને (Sensational information) તપાસ્યા વિના શેર કરે છે. જેના કારણે અફવાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેનો શિકાર પણ બની રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ મતદાતા લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો ચૂંટણી પંચ તેના બેંક ખાતામાંથી પૈસા કાપી લેશે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાયા બાદ PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી છે.

શું દાવો કરવામાં આવે છે ?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ન્યુઝ પેપરનું એક કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે ‘જો તમે વોટ નહીં આપો તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. એવું પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે પહેલાથી જ તેની મંજૂરી લઈ લીધી છે.

વાયરલ થઈ રહેલા કચિંગમાં લખવામાં આવ્યુ છે કે- ‘આ વખતે લોકસભાની ચુંટણીમાં વોટ નહીં આપવા જવું મોંઘુ પડી જશે. ચુંટણી પંચે મતદાનથી બચવાવાળા લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે.

દાવાની તપાસ કરી :

વાયરલ દાવાની તપાસ કર્યા બાદ PIB ફેક્ટ ચેકે તેનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ભારતની ચૂંટણીપંચ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. PIBએ લોકોને એવા ભ્રામક સમાચાર શેર ન કરવા જ્ણાવ્યું છે.

ચૂંટણી પંચે પણ ટ્વિટ કરીને તેને નકલી ગણાવ્યું છે. ચૂંટણી પંચના પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “અમારા ધ્યાને આવ્યું છે કે નીચેના ફેક ન્યૂઝને કેટલાક વોટ્સએપ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહ્યા છે”. વર્ષ 2019માં પણ આવા ફેક ન્યૂઝ શેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-