શું તમે ઓછા બજેટમાં ફરવા જવા ઈચ્છો છો તો, આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

Share this story

If you want to travel on a low budget,

  • ઓછા બજેટમાં ફરવા જવું કોને ન ગમે? ખાસ કરીને જે લોકો હંમેશાં ટ્રાવેલિંગ કરતા હોય છે, તેમને તો ખાસ. તો ચાલો આજે જાણીએ ભારતમાં એવી કઈ-કઈ જગ્યાઓ છે.

જ્યાં ખૂબ જ ઓછા ખર્ચમાં પણ સરળતાથી ફરી શકાય છે. આ જગ્યાઓ પર તમે તમારી ઈચ્છા અનુસાર બજેટમાં ફરવા જવા માટે તૈયાર થઈ જાઓ.

આગરા :

દિલ્હીથી માંડ થોડા જ કલાકોના અંતરે છે આગરા. જો તમે પણ હજી સુધી તાજમહેલ જોયો ન હોય તો, એકવાર આગરા ચોક્કસથી જવું જોઈએ. દિલ્હીથી આગરા લગભગ 3-4 કલાકના અંતરે છે. 100 રૂપિયાની ટ્રેનની ટિકિટ લઈને તમે આરામથી આગરા પહોંચી શકો છો. આગરા ટ્રિપ તમે માત્ર એક દિવસમાં પણ પૂરી કરી શકો છો.

અમૃતસર :

અમૃતસર ફરવા માટેની સૌથી સસ્તી જગ્યાઓમાંની એક છે. અહીંના સુવર્ણ મંદિર અંગે તો તમે સાંભળ્યું જ હશે. ઉલ્લેખનિય છે કે, સુવર્ણ મંદિરની અંદર પણ તમને રહેવા અને ખાવાની વ્યવસ્થા આપવામાં આવે છે. એવામાં બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ કરતા લોકો માટે અહીં ખર્ચ ઘટી જાય છે. અમૃતસરમાં સુવર્ણ મંદિર સિવાય પણ ઘણી જગ્યાઓ છે ફરવા માટે.

મથુરા :

જો તમે મથુરા જાઓ તો, મથુરાની સાથે-સાથે વૃંદાવન પણ ફરી શકો છો. આ દિલ્હીથી લગભગ ચાર કલાકના અંતરે છે. કૃષ્ણની નગરી મથુરા ખૂબ જ સુંદર છે. અહીં ફરવાનું પણ બહુ સસ્તું છે. અહીં ફરવા માટેની ઘણી જગ્યાઓ છે, અહીં રહેવાનું ભાડુ પણ લગભગ 400 રૂપિયા જ હોય છે અને જમવાનું પણ બહુ સસ્તું છે.

ઋષિકેશ :

જો તમને સોલો ટ્રિપ ગમતી હોય કે પછી મિત્રો સાથે ફરવાનું ગમતું હોય, તો ઋષિકેશ જવાનું ન ભૂલતા. દિલ્હીથી ખૂબજ નજીક છે ઋષિકેશ. અહીં કેમ્પિંગની સાથે-સાથે રિવર રાફ્ટિંગનો આનંદ પણ લઈ શકો છો. જો તમે અહીં તમારા મિત્રો સાથે જવા ઈચ્છતા હોવ તો, બહુ ઓછા ખર્ચે ફરીને પાછા આવી શકો છો.

અહીં ઘણી ધર્મશાળાઓની સાથે-સાથે હોટેલની સુવિધા પણ મળી રહેશે. રસ્તામાં જો કેમ્પિંગ કરવા ઈચ્છતા હોવ તો માત્ર 500 રૂપિયામાં કેમ્પિંગ પણ કરી શકો છો, જેમાં ભોજન રહેશે ફ્રી.

આ પણ વાંચો :-