Get lifetime validity by recharging just 225 rupees
- જો તમારા સ્માર્ટફોનમાં વેલિડિટી સમાપ્ત થવાને લઈને કોઈ ટેન્શન જ ના રહે તો શું થશે? અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન્સ વિશે જે ગ્રાહકોને ખૂબ જ સસ્તા પડશે.
જો તમારા સ્માર્ટફોનની (smartphone) વેલિવડિટી સમાપ્ત થઈ જાય છે તો તમને તમને મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગના લોકોને એ યાદ પણ નથી હોતું કે તેમના પ્લાનની વેલિડિટી (Validity of the plan) પૂરી થઈ ગઈ છે અને તેમને ફરીથી રિચાર્જ કરાવવું પડશે. માટે લોકો એવો પ્લાન ઇચ્છે છે જેમાં તેમને આજીવન વેલિડિટી મળે અને વારંવાર રિચાર્જ (Recharge) કરાવવાના ટેન્શનમાંથી પણ રાહત મળે.
Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ
જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આજે અમે તમને માર્કેટમાં સૌથી સસ્તો લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો અને સાથે જ ખૂબ જ ખુશ પણ થઈ જશો. તો ચાલો જાણીએ કયો છે આ લોન્ગ વેલિડિટી પ્લાન અને કઈ કંપની તેને ઓફર કરી રહી છે.
કયો છે આ લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન?
અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે MTNL દ્વારા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં તમારે રૂ.નું રિચાર્જ કરવું પડશે. આ પછી, તમને લાઇફ ટાઇમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે અને તમારે સિમ બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ પ્લાન પસંદ આવ્યો હોય, તો તમે તેને એક્ટિવેટ કરાવી શકો છો.
આ પ્લાનમાં કયા કયા બેનિફિટ્સ મળશે ?
જેવું અમે તમને જણાવ્યું કે આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. તમે જાણવા માગો છો કે આમાં શું ફાયદા આપવામાં આવ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં યૂઝર્સને 100 કૉલિંગ મિનિટ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં ગ્રાહકોને વૉઇસ કૉલિંગ માટે 0.02 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવે છે.
જે એક પ્રકારે ખૂબ જ સસ્તુ કહી શકાય. સૌથી મોટો બેનિફિટ તો એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને આખા લાઈફટાઈમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે જેથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી પડતી.
આ પણ વાંચો :-