Kangana gave a special message to PM Modi
- કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે તેમને અવતાર પણ કહ્યા. જાણો વિગતવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીને સૌ કોઈ જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યું છે. બોલીવુડ સેલેબ્સ (Bollywood celebs) પણ પીએમ મોદીને જન્મદિવસ વિશ કરી રહ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક સ્પેશ્યલ પોસ્ટ શેર કરી છે.
તેણે પીએમ મોદી સાથે પોતાની જૂની તસવીર શેર કરી છે, જેમાં તે પીએમ સાથે હાથ મિલાવી રહી છે. કંગનાએ પીએમ મોદીને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી માણસ જણાવ્યા છે. કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
કંગનાએ આ પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. તેણે એક ફોટો શેર કરતા લખ્યું છે કે હેપ્પી બર્થ ડે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કંગનાએ આગળ લખ્યું કે બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વહેંચવાથી લઈને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, શું અવિશ્વસનીય યાત્રા છે.
પીએમ મોદીને કહ્યા અવતાર :
કંગનાએ આગળ લખ્યું કે અમે તમારા લાંબા જીવનની કામના કરીએ છીએ, પણ રામની જેમ, કૃષ્ણની જેમ, ગાંધીની જેમ તમે પણ અમર છો. તમારો વારસો કોઈ ખતમ નહીં કરી શકે, એટલા માટે હું તમને અવતાર કહું છું. તમને અમારા નેતાનાં રૂપમાં મેળવીને અમે ધન્ય થઇ ગયા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત આજકાલ પોતાની ફિલ્મ ઈમરજન્સીમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો :-