A student in Chandigarh University made a video
- મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) બપોરે 2.30 વાગ્યે હંગામો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ 60 વિદ્યાર્થિનીનો નહાતી વખતનો વીડિયો બનાવીને અન્ય એક યુવકને મોકલી દીધો હતો.
યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા (Internet Media) પર વાયરલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાની જાણ થતાં જ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો (suicide) પ્રયાસ કર્યો હતો. આ કેસમાં આરોપી વિદ્યાર્થિને કસ્ટડીમાં લેવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, એક વિદ્યાર્થિ લાંબા સમયથી અન્ય વિદ્યાર્થિનીઓના નહાતી વખતના વીડિયો બનાવી રહી હતી અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયોઝ ઈન્ટરનેટ મીડિયા પર મુક્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઈન્ટરનેટ મીડિયા પર તેમનો વીડિયો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.
ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ પર મામલો દબાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.
#chandigarhuniversity में छात्रा ने बनाई 60 स्टूडेंटस की नहाते वक्त वीडियो, आठ ने किया आत्महत्या प्रयास, #चंडीगढ़ यूनिवर्सिटी में हंगामा #Chandigarh #ViralVideo pic.twitter.com/53Ip3gKjkf
— KAMLESH BHATT कमलेश भट्ट (@kamleshcbhatt) September 18, 2022
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થિએ શનિવારે મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીને ઘેરી લીધી અને ‘વી ફોર જસ્ટિસ’ના નારા લગાવવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર યુવતીને હોસ્ટેલના એક રૂમમાં બંધ રાખવામાં આવી છે, જેથી તેના પર હુમલો ન થાય.
હંગામો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડે મુખ્ય દરવાજો બંધ કરી દીધો, તેમજ પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટ્સે પીસીઆર વાહનો પણ પલટી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ કંઈ બોલી રહ્યું નથી.
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ બાબતે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ મેનેજમેન્ટે આ મામલે મૌન સેવ્યું હતું. તેમણે આ બાબતે કોઈને પણ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો :–